વોન્ટેડ ભોલા શુટર પંજાબથી પકડાયો: 12 દિવસના રિમાંડ મંજૂર
અબતક,ઋષી મહેતા, મોરબી
મોરબી જિલ્લાના ઝીંઝુડા ખાતેથી ઝડપાયેલા 600 કરોડના ડ્રગ્સ કાંડમાં એટીએસે 13 શખ્સોને દબોચી લીધા બાદ વધુ એક પંજાબથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેને કોર્ટમાં રજૂ કરતાં 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.મોરબીના ઝીઝુડા ગામેથી એટીએસે આશરે ત્રણેક માસ અગાઉ ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી 600 કરોડનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તે દરમિયાન એટીએસ દ્વારા વધુ એક ભોલા શૂટર નામના શખ્સની પંજાબ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ ડ્રગ્સના જથ્થાને લેવા-પહોંચાડવાની કામગીરીમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી ભોલાની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ આરોપી ભોલા શૂટર લોરેન્સ બિશનોઈ ગેંગનો શૂટર છે અને હિસ્ટ્રીશીટર છે.વધુમાં દેશભરમાં તેના પર અનેક ગુનાઓ નોંધાયા હોવાનું પણ જાહેર થયું છે. આ કેસની વધુ તપાસ એટીએસના પીઆઇ જાદવ ચલાવી રહ્યા છે.