ઓપરેશન ઓલ આઉટથી ભયભીત થયા આતંકવાદીઓ, ૨૨ આતંકવાદીઓ સેનાના હિટલીસ્ટમાં

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક જવાનનું અપહરણ કર્યું છે. પરિવારનો દાવો છે કે ગતરાત્રીએ કાશ્મીરના ત્રાસમાંથી આતંકવાદીઓ તેને ઉઠાવી ગયા. હજુ સુધી જવાનનો કોઈ સુરાગ મળ્યો નથી. મુદાસર અહેમદ નામના આ જવાન અવંતિપુરાના રાશિપુરામાં ફરજ બજાવતા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા મુદાસરના અપહરણની ઘટનાની પુષ્ટિ કરવામાં આવી રહી છે અને તપાસ કાર્યવાહી શરૂ  કરી દીધી.

છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા સુરક્ષા દળનું અપહરણ કરી હત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે. અપહરણ કરાયેલ જવાન રાશિપુરા ચોકીમાં જમવાનું બનાવતો હતો. ગતરાત્રીએ આતંકવાદીઓએ મુદાસર અહેમદનું અપહરણ કર્યું. પરીવારજનોએ જણાવ્યું કે, ગત રાત્રીથી મુદાસરની કોઈ ખબર નથી. આ અગાઉ આતંકીઓને કુલગામથી પોલીસ કોન્સ્ટેબલ મોહમદ સલીમ શાહ અને શોપિયાથી પોલીસકર્મી જાવેદ અહમદ ડારનું અપહરણ કર્યું હતું. ડારની હત્યાની જવાબદારી હિઝબુબ મુઝાહિદિને લીધી હતી.

આતંકીઓએ ગત મહિને સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું અને પછી તેની હત્યા કરી દીધી હતી. તેમનું ઈદની રજાઓમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે અપહરણ કરવામાં આવ્યું હતું પછી ૧૪ જુને સાંજે તેમનું ગોળીઓથી વિધાયેલુ શબ પુરવામાં જિલલાના ગુસ્સુ ગામમાં મળ્યું હતું. ઔરંગઝેબ જમ્મુ-કાશ્મીરની લાઈટ ઈન્ફેટ્રીનો હિસ્સો હતો જે રાષ્ટ્રીય રાયફલ્સની સાથે કામ કરી રહી હતી. ઔરંગઝેબ શોપિયામાં ૪૪ આરઆરની કોર ટીમનો હિસ્સો હતા. જૈશ સરગમના મૌલાના મસુદ અઝહરના ભત્રીજા મહમુદ ભાઈને જે સેનાની ટીમે માર્યો હતો તે જ ટીમનો ઔરંગઝેબ હિસ્સો હતા. તેનો જ બદલો લેવા આતંકીઓએ ઔરંગઝેબને નિશાન બનાવ્યા હતા.

આતંકી રાજયપાલ શાસનમાં સુરક્ષાબળોની કાર્યવાહીથી ભયભીત થઈ ગયા છે. સેનાએ આતંકીઓ સામે ઓપરેશન ઓલઆઉટ ઝડપી કરી દીધું છે. સુરક્ષાબળોએ ૨૨ આતંકીઓનું હિટલીસ્ટ તૈયાર કર્યું છે. જેમાં હિઝબુલ મુઝાહિદીનના ૧૧, લશ્કર એ તોયબાના સાત અને જૈશએ મહમદના ૨ આતંકી સામેલ છે. હાલમાં જ સેનાએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના પ્રમુખ અહમદ સલાફી ઉર્ફે બુરહાન અને તેના ત્રણ સાથીઓને ઠાર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.