ઇમ્પેટ્સ પ્રોલીફીક લી.ના એન્જિનિયરોએ ભંગારમાંથી બનાવી ઇ-લોડિંગ રીક્ષા
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની ગળથૂથીમાં જ ઉદ્યોગ સાહસિકતા છે. સમય સાથે તાલ મેળવવાની વાતની આગળ સમયથી આગળ રાજકોટ ચાલે છે. રાજકોટનું મશીન ઉદ્યોગ દાયકાઓથી ધમધમે છે ત્યારે ખાનગી કંપનીના એન્જીનીંયરોએ ચાર દિવસમાં સ્ક્રેપમાંથી કેરિયર ઇ-રીક્ષા બનાવી કમાલ કરી હતી.
અત્યારના સમયમાં ઇન્ડસ્ટ્રી 4.0 ને સપોર્ટ કરવા અને મટરીઅલ હેન્ડલીગને સરળ બનાવવા માટે કમ્પની ઓ ઘણા બધા પ્રયત્નો કરી રહી છે, સાથે સાથે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા ક્ધસેપટ ને સપોર્ટ કરવા ઇન્ડસ્ટ્રી ઘણા બધા ફેરફાર કરી રહી છે. એવામા રાજકોટ ની ઇંપેટ્સ પ્રોલીફિક પ્રાઇવેટ લિમિટેડ કમ્પનીના કુશળ એન્જીનીયર દ્વારા સ્ક્રેપમાંથી ઇલેક્ટ્રિક ભારવાહનનું નિર્માણ કર્યું છે, જેની વજન ક્ષમતા 600 કિલો છે, સાથે એક ચાર્જ માં 50 કિલોમીટર સુધી ચાલી શકે છે. સાથે આમાં 3 વેરીબલ સ્પીડ અને રિવર્સ મોડનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વાહન સંપૂર્ણ પણે વર્કશોપમાં જાતે જ માત્ર 4 દિવસમાં બનાવવામાં આવ્યું છે, આમને લીધે વર્કરની સેફટી, કામની પ્રોડક્ટિવિટી વધશે અને સમયની પણ બચત થશે. આ વિહિકલ બજારમાં વિહિકલ કરતા 40% કોસ્ટમાં જ તૈયાર કરવામાં આવ્યું.