ગદારોનો તોટો નથી
લોકડાઉનમાં બે વખત છાનીછુપી રીતે પાકિસ્તાન જઈને એજન્ટે ગુજરાતની દરિયાઈ ગતિવિધિની ખબરો આપી હતી
કચ્છમાં વધુ એક ઈંજઈંનો જાસૂસ ઝડપાયો છે. ગઈંઅએ કચ્છમાંથી રજાક કુંભાર નામના ઈંજઈં એજન્ટની ધરપકડ કરી છે. જો કે અત્યાર સુધી ૩ ઈંજઈં એજન્ટની ગઈંઅએ કરી ધરપકડ કરી છે.
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત છે. આ દરમિયાન યુપીથી ઝડપાયેલા પાકિસ્તાની એજન્ટના કચ્છ સાથેના કનેક્શને ચકચાર સર્જી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં એક મહિનાથી તપાસ ચાલતી હતી. ચાર વખત કચ્છમાં તપાસ માટે આવી ચુકેલી એનઆઈએની ટીમ દ્વારા અંતે મુન્દ્રાના કુંભારવાસમાં રહેતા રજાક સુમાર કુંભારની સત્તાવાર ધરપકડ કરાઈ છે. તપાસનીશ એજન્સી એનઆઈએ દ્વારા જણાવાયા પ્રમાણે ઉત્તરપ્રદેશના ચંદોલીથી ઝડપાયેલા મોહંમદ રશીદ સાથે મુન્દ્રાના રજાક કુંભારનું કનેક્શન નીકળ્યું છે. રાશીદની જેમ જ લોકડાઉન દરમ્યાન બે વાર ગુપ્ત રીતે પાકિસ્તાન જઈ આવેલ રજાકે મુન્દ્રાની દરિયાઈ ગતિવિધિઓ તેમજ અન્ય સરહદી સંવેદનશીલ માહિતી આઈએસઆઈને મોકલી હોવાનું તેમ જ રજાકના એકાઉન્ટમાંથી રિઝવાન નામના એક સંદિગ્ધ શખ્સના ખાતામાં ૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાનું એનઆઈએનું કહેવું છે.
આઈએસઆઈ દ્વારા મોહંમદ રશીદને આ રૂપિયા માહિતી માટે ચૂકવાયા હતા. મુન્દ્રામાં રીક્ષા ચલાવતા અને હવે ડોકયાર્ડમાં સુપરવાઈઝર એવા રજાકે ત્રણ લગ્ન કર્યા હતા, જે પૈકી એક તૂટી ગયા, બીજા પાકિસ્તાન કર્યા હતા જે પણ તુટી ગયા અંતે ત્રીજા હમણાં જ ભુજમાં કર્યા હતા. એનઆઈએની તપાસમાં હજીયે ઘણા સ્ફોટક ધડાકા થશે એવું લાગી રહ્યું છે.