તબીબી ભલામણો લાંબો પ્રવાસ કરવાની વિરુદ્ધ હોવા છતાં, સદ્ગુરુએ આમંત્રણ સ્વીકાર્યું અને માટીને ફરી સમૃદ્ધ કરવા અને ક્લાયમેટ ચેન્જ અંગે સંબોધન કરવા માટે બાકૂ, અઝરબૈજાનમાં સીઓપી29 કોન્ફરન્સ માટે ટૂંકા પણ અસરકારક પ્રવાસની પ્રતિબદ્ધતા દર્શાવી.
નવેમ્બર 18: 2022 માં માટીના વિનાશની સમસ્યાને ટાળવા માટે માટી બચાવો અભિયાન લોન્ચ કરનાર સદ્ગુરુ બાકુ, અઝરબૈજાનમાં યોજાઈ રહેલી 2024 ની યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં (સીઓપી29) ભાગ લઈ રહ્યા છે. મેડિકલ સલાહ લાંબા પ્રવાસની વિરુદ્ધમાં હોવા છતાં, સદ્ગુરુએ આમંત્રણ સ્વીકાર્યું અને માટીને ફરીથી સમૃદ્ધ કરવા અને ક્લાયમેટ ચેન્જ અંગે સંબોધન કરવા માટે ટૂંકા પણ અસરકારક પ્રવાસની પ્રતિબદ્ધતા દર્શાવી. સદ્ગુરુ દ્વારા 2022 માં શરૂ કરવામાં આવેલું માટી બચાવો અભિયાન, માટીના સ્વાસ્થ્ય માટે વૈશ્વિક સમર્થન એકત્રિત કરીને અને વિશ્વભરના નેતાઓને ખેતીની માટીમાં સેન્દ્રિય પદાર્થોને વધારવા માટેની નીતિઓ અમલમાં મૂકવા પ્રોત્સાહિત કરીને, માટીના સંકટને ટાળવાનો પ્રયાસ કરે છે.
માટીને ફરીથી સમૃદ્ધ કરવા માટેના વૈશ્વિક અભિયાનનું નેતૃત્વ કરતા, સદ્ગુરુ ક્લાયમેટ ચેન્જના મહત્ત્વના ઉકેલ તરીકે માટીના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા ઈઘઙ29 ખાતે પ્રમુખ આગેવાનોને મળી રહ્યા છે. તેમની વાતચીતમાં, તેઓ ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ એવા ખેડૂતોની આજીવિકા અને ખાદ્ય સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓને પણ સંબોધી રહ્યા છે.
ભારતમાં, નાના અને સીમાંત ખેડૂતો કુલ કૃષિ કાર્યબળના લગભગ 86% છે, જે કુલ કૃષિ ઉત્પાદનમાં લગભગ 50% નો યોગદાન આપે છે. ખેડૂતો માટે -ખાસ કરીને નાના પાયાના ખેડૂતો માટે – વધુ સુલભ આબોહવા ધિરાણની હિમાયત કરતા સદગુરુએ કહ્યું, અત્યારે, આ લાખો ખેડૂતો કુલ ક્લાઈમેટ ફાઇનાન્સના (આબોહવા ધિરાણ)નો માત્ર 0.8 ટકા જ લાભ લઇ શકે છે. જો આ ખેડૂતોને ટકાઉ પ્રથાઓ તરફ દોરવા માટે જો આર્થિક રીતે ટેકો આપવામાં નહીં આવે, તો ખાદ્ય સુરક્ષા સાથે વૈશ્વિક પડકારો ઊભા થશે. ક્લાઈમેટ ફાઇનાન્સ ખાસ કરીને આબોહવા સંબંધિત મુદ્દાઓ સાથે કામ કરતા પ્રોજેક્ટ્સને સમર્થન આપવાના હેતુના માટે છે.સદ્ગુરુએ યાદ કરાવ્યું, “જ્યારે આપણે પર્યાવરણ વિશે વાત કરીએ છીએ, જ્યારે આપણે ક્લાયમેટ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે સમજવું જોઈએ કે આ બસ માણસોના જીવન, માણસોના નિર્વાહ કે માણસોની જીવનશૈલી વિશે નથી. ના, બધું જીવન સમૃદ્ધ થવું જોઈએ કારણ કે આપણું જીવન મલાઈ જેવું છે; દૂધ સારું ન હોય તો મલાઈ નથી થતી. જો સૂક્ષ્મજીવોનું જીવન, કીટકોનું જીવન, કૃમિઓનું જીવન અને અન્ય બધા નાના જીવો મજબૂત ન હોય, તો આપણે પણ મજબૂત નહીં રહી શકીએ.”
પર્યાવરણના સંરક્ષણમાં પેટ્રોલિયમની ભૂમિકાને સ્વીકારતા, સદ્ગુરુએ નોંધ્યું, “આપણે સતત પેટ્રોલ-ડીઝલને દૂર કરવાની વાત કરી રહ્યા છીએ. હા, એવું થવું જ જોઈએ. આ પરિવર્તન આવવું જ જોઈએ. પણ બસ આપણી ઈચ્છાથી આ નહીં થાય. તેના માટે નોંધપાત્ર ટેક્નોલોજિકલ શોધખોળો થવી જોઈએ. બસ તમે કે હું કહીએ કે તે સારું નથી એટલે વિશ્વ તેલનો ઉપયોગ છોડી નહીં દે. નક્કર વિકલ્પો સામે આવવા જોઈએ.”એક અગત્યનું પગલું જે લેવામાં આવ્યું તે છે કે માટી બચાવો અભિયાને ઉઝબેકિસ્તાનના પર્યાવરણ મંત્રાલય સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં જમીનને ફરીથી સમૃદ્ધ કરવાની અને માટીના સ્વાસ્થ્યની સમસ્યાઓને ઉકેલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં અરલ સમુદ્રની આસપાસની બંજર થયેલી જમીનોનો પણ સમાવેશ થાય છે. એમઓયુ વિશે જણાવતા, માટી બચાવો અભિયાનના ચીફ સાયન્સ ઓફિસર પ્રવીણા શ્રીધરે જણાવ્યું હતું કે, “અમે વિશ્વભરમાં બધે સામે આવેલી જમીનના બંજર થવાની સમસ્યાઓના ઉકેલમાં સહયોગ કરવા આતુર છીએ, જેમાં ઉઝબેકિસ્તાનનો અરલ સમુદ્ર પણ સામેલ છે.” “આપણે જેની પાછળ દોડી રહ્યા છીએ તે બીજા બધા ઉકેલોની સરખામણીમાં આપણા પગ નીચે રહેલી માટી એક સાચો ઉકેલ છે. જો આપણે માટી પર કામ કરીશું, તો તે ક્લાયમેટ ચેન્જની સમસ્યા, આપણી ખાદ્ય સુરક્ષાનું સમાધાન કરશે, અને આવનારી પેઢીઓ પર તેની લાંબા ગાળાની સારી અસર પડશે.” કોન્ફરન્સ પહેલાં, માટી બચાવો અભિયાને યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (ઞગઋઈઈઈ) સાથે નીતિ અંગેની ભલામણો શેર કરી હતી. આ ભલામણો ક્લાયમેટ વિષયક ભંડોળ – એટલે કે પર્યાવરણના મુદ્દાઓને હલ કરતા પ્રોજેક્ટ્સને સહાય કરવા માટેના ખાસ ભંડોળ – પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
જેમાં ખાસ કરીને ખેતીની માટીને ફરીથી સમૃદ્ધ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ભલામણોને 77 પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થાઓએ સમર્થન આપ્યું છે, જે આ અભિયાનની અસરમાં એક મહત્ત્વનું સીમાચિહ્ન દર્શાવે છે.
માટી બચાવો અભિયાને ઉઝબેકિસ્તાનના પર્યાવરણ મંત્રાલય સાથે એમ.ઓ.યુ.
કોન્ફરન્સ પહેલાં, માટી બચાવો અભિયાને યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ સાથે નીતિ અંગેની ભલામણો શેર કરી હતી. નિષ્ણાંતોના મતે, આ ભલામણો સીઓપી29 કોન્ફરન્સ ખાતેની નીતિ અંગેની સૌથી મહત્ત્વની ભલામણોમાંની એક છે.
આ નીતિઓને 77 પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થાઓએ સમર્થન આપ્યું છે, જે આ અભિયાનની અસરમાં એક મહત્ત્વનું સીમાચિહ્ન દર્શાવે છે.
એક અગત્યનું પગલું જે લેવામાં આવ્યું તે છે કે માટી બચાવો અભિયાને ઉઝબેકિસ્તાનના પર્યાવરણ મંત્રાલય સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં જમીનને ફરીથી સમૃદ્ધ કરવાની અને માટીના સ્વાસ્થ્યની સમસ્યાઓને ઉકેલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં અરલ સમુદ્રની આસપાસની બંજર થયેલી જમીનોનો પણ સમાવેશ થાય છે.
સદ્ગુરૂ જગ્ગી દ્વારા સમગ્ર માટી બચાવવા ચેતના જગાવી
` માટી બચાવો અભિયાનનો ઉદ્દેશ્ય માનવતા સામે ઊભા થયેલા માટીની વિનાશકારી અધોગતિના પડકાર તરફ ધ્યાન દોરવાનો અને માટીને પુનજીર્વિત કરવા માટે તમામ 193 દેશોમાં સરકારી નીતિ પરિવર્તનની પહેલ અને સમર્થન કરવાનો છે. માર્ચ 2022માં, સદ્ગુરુએ એક મોટરસાયકલ સવાર તરીકે 27 દેશોમાં 100 દિવસની 30,000 કિલોમીટરની મુશ્કેલ યાત્રા કરી હતી, જેમાં તેઓ સરકારી નેતાઓ, ઇન્ફ્લ્યુએન્સર્સ અને સામાન્ય લોકો સહીત 4 અબજ લોકો સુધી પહોંચ્યા હતા. આ અભિયાને ખેતીની માટીને પુનજીર્વિત કરવા માટે ત્રિપાંખિયો વ્યૂહ રજુ કર્યો છે. જેમાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે: ખેડૂતોને સેન્દ્રિય પદાર્થો વધારવા માટે પ્રોત્સાહન આપવું, તેમના માટે કાર્બન ક્રેડિટ સુલભ બનાવવી, અને વધુ સેન્દ્રિય તત્વો ધરાવતી માટીમાં ઉગાડવામાં આવેલા ઉત્પાદનને બજારમાં પ્રાધાન્ય આપવું.
આ અભિયાને કાવેરી કોલિંગ જેવી પહેલો દ્વારા નોંધપાત્ર સફળતા દર્શાવી છે. કાવેરી કોલિંગ પહેલે 2,29,000 થી વધુ ખેડૂતોને વૃક્ષ આધારિત ખેતી તરફ વળવામાં મદદ કરી છે, જેના કારણે તેમની આવકમાં 3થી 8 ગણો વધારો થયો છે. વધુમાં, આ અભિયાને 27,000 ખેડૂતોને માટીને પુનજીર્વિત કરતી ખેતી પદ્ધતિઓની તાલીમ આપી છે.