ખોડલધામ પાસે જેતપૂર સ્પોર્ટ્સ એસો. દ્વારા નિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરતા સાંસદ રમેશભાઈ ધડુક
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહ, રણજી ટ્રોફીના પ્લેયર ઓફ ધ સિરીઝ અર્પિત વસાવડા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
યાત્રાધામ ખોડલધામ પાસે જેતપુર સ્પોર્ટ્સ એસોસીએશનના પ્રમુખ આઇસીસી ક્રિકેટ કોચ મિતેષ ચૌહાણના નેજા હેઠળ ગ્લોબલ ઈન્ડીયા દર્શન ક્રિકેટ ગ્રાઉન્ડ ઓપનિંગ થયુ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પ્રમુખ જયદેવ શાહ અને સાંસદ રમેશભાઈ ધડુક હસ્તક ખુલ્લું મુકવામાં આવ્યુ..
જયદેવ શાહએ જણાવ્યું હતુ કે આ ગ્રાઉંડ પર સૌરાષ્ટ્ર ક્રિકેટની ઇન્ટર ડિસ્ટ્રીક્ટ મેચો પણ રમાશે..અત્યાર સુધી જેતપુર ના ખેલાડીઓ ને સિલેક્શન માટે રાજકોટ રૂરલ ગોંડલ જ હતું પરંતુ હાલ જેતપુર મા વધતા જતા ક્રિકેટના ક્રેઝ, આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ, ઈન્ફ્રાસ્ટ્રકચર ને લીધે ઘણા બધા સારા ક્રિકેટરો સૌરાષ્ટ્ર તેમજ ભારતીય ટીમ ને મળી શકે તેમ છે.. જેથી જેતપુર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુવા ખેલાડીઓને વધુ ને વધુ તક મલે તે હેતુથી આગામી ક્રિકેટ સિઝનથી જેતપુર ને સર્વપ્રથમ જુનિયર લેવલ ની મેચો થી શરૂઆત કરશે.
વિશેષમા જયદેવ શાહએ જણાવ્યું કે, જેતપુરના યુવા ક્રિકેટરો ને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની મેચોમા યોગ્ય તક મળશે જેતપુર ના ક્રિકેટરોને સર્વપ્રથમ જુનિયર લેવલના મેચોથી શરૂઆત કરાશે.આ તકે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ઘડુક, રણજી ટ્રોફીના પ્લેયર ઓફ ધ સિરીઝ અર્પિત વસાવડા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કરણ શાહ, ભુપતભાઈ તલાટીયા, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશનના પ્રેસિડેન્ટ પાર્થ કોટેચા, સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીના સિલેકટર બીપીન પુજારા, ફિરોજ બાંભણિયા, જેતપુર જય શ્રી ગ્રુપના રાજુભાઈ હિરપરા, દિનેશ ભુવા, ઉમેશ પાદરીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.