- પાંચ વર્ષની બાળકીને રૂમમાં લઈ જઈ મોટા પપ્પાએ કરી બળજબરી
સુરત: હજી તો એક કેસનો ચુકાદો આવ્યો નથી તે પહેલા જ વધુ એક માસુમનો ભોગ લેવાયો હોઈ તેવો લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધોને લાંછન લગાવતા બનાવોમાં વધુ એક પરિવારના સભ્યએ જ પોતાની ઘરની નાની માસૂમ બાળકી પર મેલી નજર નાખી હતી. જેનો આરોપી પલાયન કરે તે પહેલા j તેની પોલીસે ધરપકડ કરી છે.
બાળકી રમવા જતાં જેને દાદા કહેતી તેણે જ પીંખી નાખી
બનાવ વિશે વિગતમાં વાત કરવામાં આવે તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક પરીવારના મોટે ભાઈએ નાનાભાઈની 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના માતા વતન ગયા હતા. જેથી મોટા પપ્પાને ત્યાં બાળકી રમવા જતા બાળકીને પીંખી નાખી હતી. બાળકીના ગુપ્તભાગે આંગળી નાંખી હતી. જે બાદ બાળકીને ગુપ્તાંગમાં દુઃખાવો થયો હતો. માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તાંગમાં ઇજાઓ જોવા મળી હતી. માતાએ બાળકીની પૂછપરછ કરતા મોટા પપ્પાની કરતૂત બાળકીએ જણાવી હતી.
આરોપી નાસી જાય તે પહેલાં જ તેની કરાઈ પકડ
ત્યારે માતા બાળકીને લઇ તાત્કાલિક હોસ્પિટલમાં જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે માતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તે બાબતની જાન આરોપી રમાપત રામસુમેર બિન્દને જાણ થતાં તે સુરત છોડી પલાયક કરી રહ્યો હતો. પરંતુ તે પલાયન કરે તે પહેલા જ પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી તેની ધરપકડ કરી હતી.