યુક્રેન અને  રશિયા વચ્ચે યુદ્ધનો  આજે  સાતમાં દિવસે  પણ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે ખુબજ ગંભીર સ્થિતિ સર્જાઈ છે, યુક્રેનમાં યુદ્ધમાં   સતત બીજા દિવસે ભારતીય વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા  છે. યુક્રેનમાં અભ્સાસ કરી રહેલા મૂળ પંજાબના વિદ્યાર્થી ચંદન જિંદાલનું યુક્રેનમાં બ્રેન-સ્ટ્રોકને કારણે મોત નીપજયું છે. મળતી માહિતી મુજબ ચંદન જિંદાલ 2 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતો અને તેને વધુ સારવારની જરુર હતી, પરંતુ યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે તેને વધુ સારવાર મળી ન શકી અને તેનું મોત થયું છે.

 

 

આજ રોજ  રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે સંકેત આપતાં ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી હતી. તેમણે કહ્યું- જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એનાં પરિણામો ખૂબ જ  ગંભીર આવશે. અને એમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ ખુલ્લેઆમ થશે. અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે યુક્રેનને પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપીશું નહીં. જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના માટે અમેરિકા અને પશ્ચિમી દેશો જવાબદાર ગણાવ્યા  છે. તેમણે રશિયાને આપેલાં વચનો પૂરાં કર્યાં નથી. યુક્રેન શરૂઆતથી જ અમેરિકાના ઈશારે ચાલી રહ્યું છે.

 

રશિયાની આર્મીએ ખાર્કિવમાં ખુબજ મોટા પ્રમાણમા હુમલા શરૂ કર્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાની સેનાએ યુક્રેનના ઝાયટોમીરમાં પ્રસૂતિગૃહ પર હુમલો કરીને એને સળગાવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્વીટ કરી  જણાવવામાં  આવ્યું છે. એમાં લખ્યું છે કે રશિયન સેનાએ ઝાયટોમીરમાં એક પ્રસૂતિગૃહ પર હુમલો કરીને નષ્ટ કરી દીધું છે. રશિયાની સેનાના પ્રસૂતિગૃહ પરના હુમલા બાબતે યુક્રેને કહ્યું કે આ નરસંહાર નથી તો શું છે? રશિયા યુનિવર્સિટીઓ અને રહેણાક વિસ્તારોમાં પણ હુમલા કરી રહ્યું છે.

રાજધાની કિવ અને ખાર્કિવ સહિત યુક્રેનના અનેક મોટાં શહેરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. રશિયાના પેરાટ્રૂપર્સે ખાર્કિવમાં હોસ્પિટલ પર હુમલો કર્યો છે. યુક્રેનની સેનાએ જણાવ્યું હતું કે રશિયાની એરફોર્સના સૈનિકો ખાર્કિવમાં ઊતર્યા છે અને સ્થાનિક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. રશિયાની સેનાએ ખેરસોન શહેર પણ  કબ્જે કર્યું છે.

 

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનની સેનાએ છ દિવસમાં 6 હજારથી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.

 

 

 

68c036b50745ca6fadb2337f1b3be9f7 original

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.