પાલિકાના કર્મચારીએ વગના આધારે પોતાની પત્નીના નામે ગેરકાયદે બીલ્ડીંગ ખડકી દેવાનું કારસ્તાન રચ્યું
ઉનાથી દેલવાડા જતા રસ્તા પર વધુ એક ગેરકાયદે બિલ્ડીંગ ઉભુ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
આ બિલ્ડીંગ નગરપાલીકાના કર્મચારીના પત્નીના નામે વગના આધારે ઉભુ કરવામાં આવ્યું હોવાની રાજેશભાઈ મકવાણા દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
રાજેશભાઈ મકવાણાએ આ મામલે નગર નિયોજન, ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને કલેકટર સહિતનાને ફરિયાદ કરી છે.
શિવમ આર્કેડ નામનું કોમર્શિયલ કોમ્પલેક્ષ ગિર સોમનાથ કલેકટરએ પાડી નાખવાનો હુકમ કરેલ હોવા છતા હજુ સુધી અધિકારીએ કોઈ પગલા ભરેલ નથી હવે જોવાનું એ છે કે ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ પર શું પગલા ભરાશે.