૨૦૧૦ની બેંચનાં ગુજરાત કેડરનાં આઈએએસ હાર્દિક શાહની પીએમઓમાં નિયુક્તી કરાય
ગુજરાતનાં વધુ એક સનદી અધિકારીની પ્રધાનમંત્રી કાર્યાલયમાં નિમણુક કરવામાં આવી છે. પીએમઓમાં સતત ગુજરાતનું વર્ચસ્વ વધી રહ્યું છે. ૨૦૧૦ની કેડરનાં ગુજરાત કેડરનાં આઈએએસ હાર્દિક શાહની પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણુક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાર્દિક પટેલ ૨૦૧૦ની બેંચનાં ગુજરાત કેડરનાં આઈએએસ અધિકારી છે તેઓ ગુજરાત પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડમાં સભ્ય સચિવ તરીકે જવાબદારી નિભાવી ચુકયા છે. ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતારૂઢ થયા બાદ દિલ્હીમાં અને ખાસ કરીને પીએમઓમાં સતત ગુજરાતનું વર્ચસ્વ વધી રહ્યું છે. આઈએએસ હાર્દિક શાહની પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણુક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુની પણ તાજેતરમાં રાષ્ટ્રપતિનાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણુક કરવામાં આવી હતી. ગઈકાલે રાજયનાં ૭૯ આઈએએસની બદલી કરવામાં આવી હતી. દરમિયાન આજે ૨૦૧૦ની બેંચનાં ગુજરાત કેડરનાં આઈએએસ હાર્દિક શાહની પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિયુકિત કરવામાં આવી છે.