અબતક,રાજકોટ

તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં તારાજી સર્જી છે અને હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હજી એક વાવાઝોડું શાંત નથી થયું ત્યાં બીજું વાવાઝોડું સક્રિય થવાના આરે છે. બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાઈ રહ્યું છે. જેની અસર 23મી મેં થી શરૂ થશે અને 26મીએ આ વાવાઝોડું ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર 23મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસર 23મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. જોકે હજી આ વાવાઝોડાનું કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી.

તાઉ-તે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી. ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જોવા મળી હતી. 18 તારીખે મોડી સાંજથી તાઉ-તે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. 17-18 તારીખ દરમિયાન અને મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.

વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે.

જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રીએ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે.ગ્લોબલ વોર્મિંગના કારણે વાવાઝોડાની સંખ્યા વધી રહી છે ચોમાસાનાં પૂર્વગાળા (એપ્રિલ-જૂન)માં અરબી સમુદ્રમાં સતત ચાર વર્ષથી વાવાઝોડું ફૂંકાવવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. 2018 પછી જેટલા પણ વાવાઝાડાં ફૂંકાયા છે તે ’ગંભીર ચક્રવાત’ અથવા તો એનાથી પણ વધુ પ્રચંડ અને વિનાશક નોંધવામાં આવ્યા છે. તાઉ-તે વાવાઝોડું જો કિનારા સુધી પહોંચ્યું તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં વિવિધ દરિયાકિનારે આવેલા પ્રદેશો પર પ્રભાવ પાડી શકે છે.

આગામી 64 વાવાઝોડાના નામની યાદી તૈયાર

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામની યાદી 8 દેશ તૈયાર કરે છે

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામની યાદી 8 દેશ તૈયાર કરે છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મયાંમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઈલેન્ડ ચક્રવાતના નામની યાદી તૈયાર કરીને નવી દિલ્હીમાં આવેલા રિજિયોનલ સ્પેશિયલાઈઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરને મોકલી આપે છે. આ કેન્દ્ર વારાફરતી નામ આપતું હોય છે. અત્યારે આ કેન્દ્ર પાસે 8 દેશના કુલ 64 નામની યાદી તૈયાર છે.પ્રત્યેક દેશોએ 13-13 નામ આપ્યા છે. જેમાંથી હાલ 13 નામની પસંદગી કરવામાં આવી છે.  જે કંઇક આ પ્રમાણે છે, અર્નબ, શાહિન, લુલુ, પિંકુ, બહાર, ગતિ, તેજ, આગ, નીર, પ્રભંજન, ઘૃણી, જલધિ અને વેગ. આ સિવાય જે 13 દેશોએ નામ સુચવ્યા છે તે કંઇક આ પ્રમાણે છે. ભવિષ્યમાં આવનારા તોફાનના નામ આ જ હશે. ભારત : ગતિ, તેજ, મુરાસુ, આગ, વ્યોમ, ઝાર, પ્રોબાહો, નીર, પ્રભંજન, જલધિ, ઘુરની, અંબુડ અને વેગ અને બાંગ્લાદેશ : નિસર્ગ, બિપોરજોય, અર્નબ, અપાકુલ, બરશઓ, રજની, નિશિથ, ઉર્મી, મેઘાલા, સમીરો, પ્રતિકુલ, સરોબોર અને મેહાનિશા અને પાકિસ્તાન : ગુલાબ, આસ્ના, સાહાબ, અફસાન, મનાહિન, શુજાના, પરવાજ, જન્નાતા, સરસર, બાદબાન, સર્રાબ, ગુલનાર અને વાસેક તેમજ શ્રીલંકા : અસાની, શક્તિ, ગિગુમ, ગગન, વેરંભા, ગર્જના, નીબા, નિન્નાડા, વિદૂલી, ઓઘા, સલિથા, રિવી અને રુડૂ નામની યાદી ત્યાર કરેલ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.