નાસાનાં રોવરે આપી મહત્વપૂર્ણ વિગતો: વૈજ્ઞાનિકો દ્વારા અનેકવિધ સંશોધનો વધુ હાથ ધરાશે
નાસા દ્વારા હાથ ધરવામાં આવેલા મંગળ મિશન અંતર્ગત નાસાનાં રોવર દ્વારા એક મહત્વપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમાં મંગળગ્રહ ઉપર મીથેન ગેસનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાથી વૈજ્ઞાનિકો અને સંશોધકોમાં એક મહત્વપૂર્ણ લાગણી ઉદભવિત થઈ છે કે, મંગળ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હોય શકે. વૈજ્ઞાનિકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જે મીથેન ગેસ મંગળગ્રહ પરથી મળી આવ્યો છે તે ગેસ કોઈ જીવસૃષ્ટિ દ્વારા ઉત્પન્ન કરી શકાય જેથી મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ હોવાની સંભાવના વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
નાસાનાં રોવર દ્વારા મંગળગ્રહ પર મીથેન ગેસનું વધુ પ્રમાણ હોવાનું પણ જણાવ્યું હતું. જે માહિતી પૃથ્વી પર ગુરુવારનાં રોજ પહોંચી હતી. નાસાનાં વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા માહિતી માટે સંશોધન હાથ ધરવામાં આવી રહ્યા છે જેને લઈ એક અઠવાડિયા માટે આ એકસપેરીમેન્ટ કરવામાં આવશે. પ્રોજેકટ સાયન્ટીસ્ટ અશ્ર્વિન વસાવડાએ આ અંગે વધુ માહિતી આપી હતી. લોકોને મંગળ ગ્રહ પર પરગ્રહીવાસી હોવાની આશંકા હતી પરંતુ નાસાનું વાયકીંગ લેન્ડરે ૧૯૭૦માં મંગળ પર બંજર જમીન હોવાનાં ફોટોગ્રાફ રજુ કર્યા હતા.
બે દસકા બાદ વૈજ્ઞાનિકો દ્વારા મંગળગ્રહ પર વધુ સંશોધન કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ નાસાનાં વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી છે કે, કોઈ૫ણ નિચોડ અને કોઈ પુરાવા વગર નિર્ણય જાહેર કરવામાં નહીં આવે હાલ જે રીતે મીથેન ગેસનો વિપુલ ભંડોળ જોવા મળી રહ્યો છે તેનાથી એ વાતની પુષ્ટિ થાય છે કે, જીવસૃષ્ટિ મંગળ ગ્રહ પર હોય શકે છે પરંતુ હજુ સુધી નાસા કે અંતરીક્ષ વિભાગની અન્ય કોઈ સંસ્થાને જીવસૃષ્ટિ બાબતનાં પુરાવાઓ મળ્યા નથી જેનાં કારણે હજુ સુધી એ વાત સ્પષ્ટ ન થઈ શકે કે મંગળગ્રહ પર જીવસૃષ્ટિ છે માત્ર અનુમાન જ લગાવી શકાય.
નાસાનાં વૈજ્ઞાનિકોને માત્ર આશા જ જીવંત થઈ છે કે, મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ હોય શકે છે જેને લઈ અનેકવિધ પ્રકારનાં સંશોધનો હાથ ધરવામાં આવશે ત્યારબાદ જ કોઈ નકકર પરીણામ પર અવકાશી સંસ્થા આવશે પરંતુ હજુ અનેકવિધ પુરાવાઓ મળવાનાં બાકી છે જેનાં આધારે મંગળગ્રહ પર જીવસૃષ્ટિ હોવાની સંભાવના ચરિતાર્થ થઈ શકે અત્યારે માત્ર નાસાનાં રોવર દ્વારા એટલી જ વિગત મળી રહી છે કે, મંગળ ગ્રહ પર મિથેન ગેસનો વિપુલ ભંડોળ હોવાથી જીવસૃષ્ટિ હોય શકે ?