આઠ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા; ૧૦૦થી વધુ વસ્તુ દિકરીઓને કરિયાવરમાં ભેટ: અનેક દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા
સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા સતત બીજી વખત સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુજેમાં આઠ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડયા હતા. ઉપરાંત દિકરીઓને કરિયાવરમા ૧૦૦થી પણ વધુ ઘરવખરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સમુહ લગ્નમાં દાતાઓ સમાજ શ્રેષ્ઠીઓ આર્શિવચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અતિથી વિશેષ તરીકે નાયબ ચૂંટણી અધિકારી નરેન્દ્ર ધાધલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ દ્વારા ખુલ્લા હાથે ઘનરાશી આપવામાં આવી હતી.
નાયબ ચૂંટણી અધિકારી નરેન્દ્ર ધાદલએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે સમુહ લગ્નનું કાર્ય એ ભગીરથ કાર્ય છે. સમાજ દ્વારા જે સમુહ લગ્નોત્સવનું પગલુ લેવામાં આવ્યું છે. તે સરાહનીય છે. કારણ કે એકસાથે સમાજબંધુ જોડાય અને સાથે મળી કાર્ય કરે તેનાથી સમાજની એકતાની ભાવના વિકસે છે. વધુમાં સમાજ ઉત્થાન માટે જણાવ્યું હતુ કે શિક્ષણનો પાયો મજબુત કરવો ખૂબજ જરૂરી છે. સમાજ શિક્ષીત હશે તો વિકાસ થશે.
કાઠી સમાજ પહેલાથી માન, મર્યાદા અને મોભા થકી ઓળખાય છે: કાઠી ક્ષત્રિય મહિલાઓ
કાઠી ક્ષત્રીય સમાજની મહિલાઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સમાજ હંમેશા પોતાની માન મર્યાદા અને મોભા થકી ઓળખાતો આવ્યો છે. ત્યારે છેલ્લા એક મહિનાની તૈયારી બાદ સમગ્ર રીત રિવાજો સાથે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ આ ઉપરાંત સમાજ એક બને તે માટે આ પ્રકારનાં આયોજનો થવા જોઈએ તેમ અંતમાં જણાવ્યું હતુ.
આગામી દિવસોમાં પણ સારા આયોજનો થાય તેવી આશા વ્યકત કરતા માણસૂરભાઈ વાળા
માણસુરભાઈ વાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા સતત બીજી વખત સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દિકરીઓને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રથમ સમુહ લગ્નમાં ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માડયા હતા. હજુ આગામી પણ આવી જ રીતે સારા આયોજનો થાય તેવી આશા વ્યકત કરી હતી.