મોદી સરકારે ગુજરાતને ધોલેરા ઈન્ટરનેશનલ ઍરપોર્ટ સ્વરૂપ વધુ એક ભેટ આપી.કલ્પસર યોજનાની જેમ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ પણ 10 વર્ષથી સંભળાય છે.અમદાવાદથી અંદાજે 100 કિ.મી. દૂર ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજ્યાન અને સાથે, ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની જાહેરાત 2007માં કરવામાં આવી હતી. મોદી કેબિનેટમાં 1305 કરોડના ખર્ચે ધોલેરામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજૂરી મળી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગેની જાણકારી આપી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ના જણાવ્યા અનુસાર ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે 1501 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાઈ છે, ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની તેનું બાંધકામ પૂર્ણ કરશે. ધોલેરા ઈન્ટરનેશનલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાનો 51 ટકા, ગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટશન ટ્રસ્ટની 16 ટકા જવાબદારી રહેશે. તેમણે એવું પણ કહ્યું કે 2025-26થી ધોલેરાનું ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ચાલુ થશે.

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 1427 હેક્ટર જમીનની ફાળવણી કરી છે અને 75 હેક્ટર જમીન સરકારને વેપારી વિકાસ માટે ફાળવવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા અન્ય તમામ સંબંધિત આનુષંગિક સેવાઓ વિજળી, પાણી, પૂર નિયંત્રણ અને રસ્તાઓનો વિકસિત કરવામાં આવશે.ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IAS હરીત શુક્લાએ જણાવ્યું હતું કે અદ્યતન આંતરરાષ્ટ્રીય હવાઇમથકની સાથે – ધોલેરા ગુજરાત રાજ્યનું સૌથી મોટું વિમાનમથક બનશે અને એમઆરઓ, ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળશે. આ વિમાનમથક વડોદરા, રાજકોટ, ભાવનગર, નડિયાદ અને આણંદથી વધતા જતા ટ્રાફિકને પણ નિયંત્રિત કરશે. સેવાઓ અને માળખાગત સુવિધાવાળામાં આ એરપોર્ટ શ્રેષ્ઠ રહેશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, ધોલેરા એરપોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થયા બાદ અંદાજિત 4 વર્ષ પછી એરપોર્ટ શરૂ થઇ શકે છે. આ પ્રોજેક્ટમાં આજદિન સુધી કોઇ વિદેશી મૂડીરોકાણ આવ્યું નથી. ધોલેરા અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગરથી જોડાયેલું હોવાથી એર ટ્રાફિક આ તરફ વળશે એવો અંદાજ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.