જકશન વિસ્તારમાં આવેલા સિંધી કોલોની પાસે ભીસ્તીવાડ મેઈન રોડ પર આવેલી જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો જેના હિસાબે બાજુમાં આવેલ સબસ્ટેશન માં આગ લાગી તેમજ બ્લાસ્ટ થતાં બેકરીમાં નુકશાન થયું છે.

બે વ્યક્તિઓ દાજી ગયા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગેસ લીકેજ ના કારણે ઘટના બન્યાની આશંકા છે  પોલીસ તથા ફાયર બ્રિગેડ સહિતનો કાફલો  ઘટના સ્થળે પોહચયો.

વિમલ યાદવ  કમલ યાદવ નામના બે બિહાર  ભાઈઓ ને સામાન્ય ઇજા થઈ છે કોઈ જાનહાની થઈ નથી.

જલારામ બેકરીમાં થયેલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે સાંઢીયા પુલ સુધી તેનો અવાજ સંભળાતા લોકોમાં ફેલાઈ ગયો ફફડાટ.

બનાવ જીએસપીસી ગેસ લાઈન લીકેજ ના કારણે સર્જાય છે બ્લાસ્ટની ઘટના સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.