ભારત દેશ ઉત્સવનો દેશ મનાય છે. આજનો દિવસ એટલે સારા જગતનું કલ્યાણ કરનાર ભગવાન શંકરની આરાધનાનો પ્રમુખ દિવસ એટલે મહાશિવરાત્રીનો દિવસ. જે મહાવદ ચૌદશના દિવસે આવે છે. ભગવાન શિવજી એક એવા પ્રભુ છે કે જેની આરાધના માટે રાત્રીનું અને ઉપાસનાનું મહત્વ છે. “પાણી આવતા પહેલા પાળ બાંધવી” એ કહેવત અનુસાર સંપૂર્ણ ચંદ્રક્ષયની તિથિ એટલે મહાશિવરાત્રી.
ગીતામાં ભગવાને કહ્યું તે મુજબ “વિષયા વિનિવર્તનો નીરાહાસ્ય દહીન:!” તે મુજબ ઉપવાસ એ વિષય નિવૃત્તિનું અચૂક સાધન છે, કારણ કે પેટમાં રોટલા પડ્યા પછી જ સંસ્કારના વિષય ભોગમાં મન જાય છે, ભૂખ્યા પેટે સંસાર કરવાની, ફરવાની, સિનેમા નાટક ઇત્યાદિ જોવાની રુચિ થતી નથી, તેથી તે પહેલી કહેવત લોકોએ સમાજમાં બેસાડી “ભૂખે પેટે ન હોય ભજન ગોપાલ” તેથી આધ્યાત્મિક શક્તિનો આશ્રય લેવા માટે એ જરૂરી છે કે પહેલા તેના માટે સ્થાન ખાલી કરવું જોઈએ. તે ઉપવાસથી જ શક્ય થઈ શકે.
મહાશિવરાત્રી પાછળ પૌરાણિક હાર્દ કંઈક આ પ્રકારનું છે, બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. બધા દેવો ગભરાઈને શિવજી પાસે જઈ વિનંતી કરી અને શિવજી ત્યાં આવી બંને વચ્ચે અગ્નિમાં થાંભણ રૂપે પ્રગટ થયા. બ્રહ્મા અને વિષ્ણુ શર્મિંદા થઈને શિવજીનું પૂજન કર્યું, પ્રાર્થના કરી અને સદાશિવ પ્રસન્ન થયા છે. તેમણે કહ્યું આજનો દિવસ શુભ છે, પવિત્ર, માંગલિક અને દિવ્ય છે અને લોકો આ દિવસ શિવરાત્રીના નામે હંમેશા યાદ રાખશે, તેથી આ દિવસ લોકો મહાશિવરાત્રીના નામથી ઉજવાતા રહ્યા છે. લોકો જીવનમાં આવું વ્રત લેનાર વ્યક્તિ નિ:ક્ષેયના પંથે આગળ વધી રહ્યો છે.
શિવરાત્રીના દિવસે માણસ પોતાના જીવને શિવ સુધી પહોંચવા આ શિવરાત્રી છે. તેથી લોકો શિવમાં ભળી જવા માટે ઉપવાસ કરે છે અને ભગવાન શિવલિંગ પર બિલિપત્રનો અભિષેક કરે છે. આજે લોકો સમજણ પૂર્વક ઉપવાસ અને જાગરણ કરી શિવલિંગ ઉપર જો બીલીપિત્ર ચડાવે તો માનવના હૃદયમાં ભાવ ઊભો થાય. તેથી દરેક માણસે શિવનું મહત્વ સમજી શિવ કલ્યાણકારી છે તે માણસે જીવનમાં સાકારત કરી તેના વ્રતનો મહિમા સમજવો જોઈએ.
શિવજી જ્ઞાનના દેવ છે, તેમના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે. તેઓ ચરિત્રના ઉત્તંગ ધવલ શિખર પર મસ્ત થઈને બેઠા છે. સાદાય તો એમના જીવનનો શણગાર છે. વિભૂતિ તેમનો વૈભવ છે. સજ્જનોનું રક્ષણ અને દુર્જનનો સહાર તેનું જીવન વ્રત છે. કર્મયોગ એવા ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યા છે. તેમજ કલ્યાણ અને જ્ઞાનના મૂર્તિમત એવા ભગવાન શિવનો આ ઉત્સવ આપણા જીવનનો શણગાર છે. તેથી શિવમય બની ઘરની સુંદરતા વધારી તેજોમય જીવન બનાવીશું તો જ ખરા અર્થમાં મહાશિવરાત્રી ઉજવી ગણાય.