15 વર્ષથી થાય છે ગરબીનું આયોજન, હજારોની સંખ્યામાં લોકો ઉમટયા
રાજકોટ મવડી ચોકડી પાસે બજરંગ મિત્ર મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 1પ વર્ષથી આ આયોજનને પરંપરાગત રીતે કરવામાં આવે છે. બાળાઓ પ્રાચીન ગરબાઓ પર રાસ લઇ અને માતાજીની આરાધના કરે છે.નવરાત્રિ અગાઉના લગભગ દોઢ મહિનાથી બાળાઓ પ્રેકીટસ કરતી હતી. આ વર્ષે લગભગ 30 બાળાઓએ ભાગ લીધો છે. અવનવા રાસ જેવા કે ટીપ્પણી રાસ, ગાગર રાસ, મંજીરા રાસ વગેરે રાસ રમવામાં આવે છે.
આ વખતે ખાસ સળગતી ઇંઢોણી નામનો રાસ કરવામાં આવ્યો છે. જેમાં દીકરીઓએ ભારે મહેનત કરી લગભગ દોઢ મહિનાથી પ્રેકિટસ કરે છે આ વર્ષે 6 દિકરીઓ દ્વારા ઇંઢોણી રાસ રજુ કરાયો હતો. બાળાઓને જીવન જરુરીયાતને લગતી લ્હાણી પણ આપવામાં આવે છે. આયોજકો દ્વારા બાળાઓ પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આ અંગે વધુ વિગતો બજરંગ મિત્ર મંડળના આયોજક યુવરાજસિંહ ઝાલાએ પુરીપાડી હતી.
સળગતી ઇંઢોણી રાસ આ વખતે આકર્ષણનું કેન્દ્ર છે: યુવરાજસિંહ ઝાલા
બજરંગ મિત્ર મંડળના આયોજક યુવરાજસિંહ ઝાલાએ ‘અબતક’ મીડીયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 1પ વર્ષથી અમે આ ગરીબીનું આયોજન કરીએ છીએ. 30 બાળાઓ આ ગરબીમાં ભાગ લઇ રહી છે.
જેમાં 6 બાળાઓ દ્વારા સળગતી ઇંઢોણી રાસ રજુ કરાય છે. એક પણ રૂપિયો બાળાઓ પાસેથી લેવામાં આવતો નથી.
છેલ્લા 1પ વર્ષથી આ ગરબીમાં હનુમાનજીની વેશભુષા ધારણ કરું છું: અરૂણસિંહ પરમાર
બજરંગ મિત્ર મંડળના કાર્યકતા અરૂણસિંહ પરમારે ‘અબતક’ મીડીયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગરબીમાં છેલ્લા 1પ વર્ષથી હનુમાનજીની વેશભુષા ધારણ કરી મનોરંજનનું કાર્ય કરુ છું.
જન્માષ્ટ્રમી, અષાઢી બીજ અન્ય ધાર્મિક કાર્યક્રમમાં હનુમાનજીનું પાત્ર ભજવું છું. બાળકોને ચોકલેટ આપું છું અને મને પણ હનુમાનજીની વેશભુષા ધારણ કરવી ગમે છે.