અક્ષરનગરના રિક્ષા ચાલક પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ભરવાડ શખ્સ સામે વ્યાજ અંગેની બીજી ફરિયાદ નોંધાઇ
નાના મવા મેઇન રોડ પર સમભાવ કોમ્પ્લેક્ષમાં પટેલ ઇન્વેસ્ટમેન્ટ નામની ઓફસિ ધરાવતા ડોકટર સહિત બે શખ્સોએ મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોકમાં રહેતા ઇમીટેશનના ધંધાર્થીને રુા.15 લાખ વ્યાજ આપી તેના બદલામાં કોટડા સાંગાણી પાસેના જુના રાજપીપળા ગામની ખેતની જમીનનો દસ્તાવેજ કરાવી અન્યને વેચાણ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે અક્ષરનગરમાં રહેતા રિક્ષા ચાલકે ભરવાડ શખ્સ પાસેથી રુા.55 હજાર વ્યાજે લીધા બાદ વધુ વ્યાજ અને રકમની પઠાણી ઉઘારણી કરી ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટના નામે વ્યાજનો ધંધો કરતા ડોકટર અને ભરવાડ શખ્સ સામે આ પહેલાં પણ વ્યાજની પઠાણી ઉઘારણી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા બંને શખ્સો હાલ જેલમાં છે. તેનો ક્રાઇમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવવા તજવીજ હાથધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજકોટમાં મોરબી રોડ પર શ્રી વિલા સોસાયટીમાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા કેશુભાઈ રવજીભાઈ વોરા (ઉ.વ.52)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2019માં તેને ગોંડલ ચોકડી પાસે ખેતીવાડીના ઓજારો બનાવવાનું કારખાનુ હતું. તેમાં રૂા. 15 લાખની જરૂર પડતા પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામની પેઢી ધરાવતા અલ્પેશનો સંપર્ક કર્યો હતો. જેણે બદલામાં જમીનનો દસ્તાવેજ કરી વાત કરી હતી. લોનનો દર 1.5 ટકા રહેશે તેમ પણ કહ્યું હતું. સાથોસાથ એમ પણ કહ્યું હતું કે તમે લોનના પૈસા પરત આપશો એટલે તમે કરી આપેલી જમીનનો દસ્તાવેજ તમને પરત કરાવી આપીશ. જો એક વર્ષમાં લોન ભરપાઇ ન થાય તો તમારી જમીન ઉપ2 લોન રિન્યુ કરી આપીશ.
ત્યારબાદ કોટડાસાંગાણી સંબરજીસ્ટ્રાર કચેરી ખાતે જઇ ડો. અભયના નામનો પોતાની જૂના રાજપીપળા ગામે આવેલી ખેતીની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.બાદમાં ધંધામાં ખોટ આવતા અને કોરોના આવી જતા ધંધો બંધ કરી દીધો હતો જેને કારણે અલ્પેશને વ્યાજના પૈસા ચૂકવી શક્યા ન હતા. પરિણામે અલ્પેશે સાત-આઠ માસ પહેલા ઓફિસે બોલાવી રૂા. 10 લાખ ઉપર વ્યાજ ચડાવી રૂા. 39 લાખની ઉઘરાણી કરી હતી. તેણે આટલું બધુ વ્યાજ ન હોય તેમ કહેતા આખરે રૂા.25 લાખ આપવાનું કહ્યું હતું. ત્યારબાદ જ વેચાણ દસ્તાવેજ પરત કરી આપવાનું કહ્યું હતું. જેની સામે તેણે રૂા.15 લાખ આપવાની તૈયારી બતાવી હતી પરંતુ માન્યો ન હતો.સાથોસાથ જમીનનો કબ્જો ખાલી કરી સોંપી આપવો પડશે તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં તેની જાણ બહાર તેની 70 થી 80 લાખની જમીનનો લીલાવંતીબેન પ્રવીણભાઈ વીરડીયાના નામનો દસ્તાવેજ પણ કરી આપતા તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે બીજી ફરિયાદ અક્ષરનગર શેરી નં. 1માં રહેતા કૌશિક સુરેશભાઈ ભટ્ટી (ઉ.વ.27)એ નોંધાવી છે. તેને પોલીસને જણાવ્યું કે તે રિક્ષા ચલાવે છે. નવ મહિના પહેલા દવાખાનાના અને રિક્ષાના કામ સબબ નાણાની જરૂર પડતા રિક્ષાચાલક ગોપાલ સોહલા પાસેથી કુલ રૂા. 55 હજાર કટકે-કટકે વ્યાજે લીધા હતા.જેની ડાયરી કરી આપી હતી. દિવસનું રૂા.1000 વ્યાજ ચૂકવતો હતો. આ રીતે રૂા. 15 હજાર ચૂકવી દીધા હતા. જેથી ડાયરીમાં સહી લઇ તેને અગાઉ સીપી ઓફિસમાં જમા પણ કરાવી હતી. ગોપાલ હજુ 55 હજારની ઉઘરાણી કરી ધાક-ધમકી આપતો હોવાથી ફરિયાદ નોંધાવી હતી.