ક્રાઈસ્ટ હોસ્પિટલમાંથી ગઈકાલે બે દર્દીઓને રજા અપાયા બાદ આજે વધુ એક કોરોનાનાં દર્દીને રજા અપાઈ છે. વાસંતીબેન સાંગાણી ઉમંર વર્ષ ૬૫ મુંબઈના રહેવાસી તારીખ ૨૬/૦૫/૨૦૨૦ ના રોજ એસિડન્ટ દરમ્યાન જમણા ખભા અને ડાબા ગોઠણમાં ઇજા થતા તેમજ મુંબઇથી આવેલા હોવાથી તેમને દાખલ કરેલ હતા જેના તપાસમાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા કાઇસ્ટ હોસ્પિટલમાં આઇસોલેસન વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા વાસંતીબેન તેમજ તેમના પરિવારના સભ્યોમાં ચિંતા અને ભયની લાગણી જોવા મડી હતી જેમની નિયમીત સારવાર અને તપાસ ડો.કિશન હાલપરા (ઓર્થોપેડીક સર્જન) આઇસોલેશન વિભાગના ડોક્ટર તથા સ્ટાફ દ્વારા લેવાયેલ કાળજીથી તેમની તબીયતમાં ઉતરોતર સુધારો જોવા મળેલ હતો તા-૦૩/૦૬/૨૦૨૦ ના રોજ ફરીથી કરેલ સીટી હેન તથા લોહીના રીપોર્ટમાં પણ નોંધ પાત્ર સુધારો જણાતા સરકારશ્રીની ગાઇડ લાઇન પ્રમાણે તેમની સારવાર બાદ તારીખ ૦૫/૦૬/૨૦૨૦ ના રોજ સવારે ૧૦: ૦૦ કલાકે કાઈસ્ટ હોસ્પિટલ રાજકોટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતા.
કાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલના ડાયરેક્ટર ફાધર જોમોન થોખાના દ્વારા આઇસોલેશન વિભાગની નિષ્ણાંત કિટીકલ કેર યુનિટ ની ટીમ ડો.તેજસ ચૌઘરી, ડો.વિરુત પટેલ, મેડિકલ ઓફીસરો તેમજ મેડિકલ તથા પેરા. મેડિકલ સ્ટાફની કામગીરી ને બિરદાવેલ હતી. તેમજ કાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલના ડાયરેક્ટર ફાધર જમોન થોમ્માનાએ જણાવૈલ મુજબ સમગ્ર વિશ્વ જ્યારે આ વૈશ્વિક મહામારી ના સમયમાં ખુબજ સંયમ અને સાવચેતીથી તેમજ સરકારના આદેશ મુજબનું પાલન કરી આપણે આ કોવિડ-૧૯ની બિમારીને હરાવવામાં મદદ કરવા અપીલ કરેલ છે.