માહી કંપનીના નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાયો
વિટામીન એ અને ડી યુકત ફોર્ટીફાઇડ માહી દૂધ થકી માહી કંપની સ્વસ્થ ભારત નિર્માણમાં અનેરું યોગદાન આપી રહી છે. તેની સાથે સાથે દૂધ ઉત્પાદક સદસ્યોનો આર્થિક વિકાસ પણ થઇ રહ્યો છે. તેમ કંપનીની સફળતાના આઠ વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા સમારંભમાં પ્રાસંગિક ઉદબોધન કરતા કંપનીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુંકે તેમણે દૂધ ઉત્5ાદક સદસ્યોના આથિક ઉત્થાન માટે સતત કાર્યશીલ રહેવા બદલ સૌ કર્મચારીઓને અભિનંદન આપી કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જવા હાકલ કરી હતી. માહી દૂધે તેની ઉચ્ચ ગુણવતા થકી માર્કેટમાં એક અલગ જ સ્થાન મેળવી લીધું છે.
ત્યારે કંપની દ્વારા તેની કામગીરી શરુ કર્યાના નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કં5નીના ચીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણીએ ડિજીટલ ક્ષેત્રમાં કંપનીએ સાધેલી સિઘ્ધિઓને બિરદાવી હતી. આ પ્રસંગે કંપના એડવાઇઝર યોગેશ પટેલે મિલ્ક પ્રોડયયુસર કંપનીઓની સ્થાપનાથી લઇને અત્યાર સુધીની યાત્રા વિશે વિગતવાર રસપ્રદ માહીતી રજુ કરી હતી જયારે ઉ5સ્થિત રહેલા કંપનીના ડીરેકટરોએ પણ તેમના અનુભવો વર્ણવ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ડિજીટલ માઘ્યમથી જોડાયા હતા.
આ પ્રસંગે માહી કંપનીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા અને કંપનીના ડિરેકટર્સ, ચીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણી, કંપનીના એડવાઇઝર યોગેશ પટેલ તેમજ કંપનીના જુદા જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉ5સ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચછના એક લાખથી વધુ ખેડુતોની કંપની માહી મિલ્ક પ્રોડયુસર કંપની લીમીટેડ દ્વારા વિવિધ દૂધ, ઘી, દહીં, છાશ, પનીર, ફલેવર્ડ મિલ્ડ, સ્કીમ્ડ મિલ્ક પાઉડર, મીઠાઇ વગેરે ઉત્પાદનોની વિશાળ શ્રેણી બજારમાં મુકવામાં આવેલી છે અને તેને લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળેલો છે.