પૃથ્વીને નુકસાન નહીં કરે, ચિંતાની જરૂર નથી: નાસા
દેશ માટે ૨૦૨૦નું વર્ષ ખુબ જ ખરાબ હોય તેમ એક પછી એક આફતો આવી રહી છે.
એક તરફ કોરોનાનો રોગચાળોને બીજી તરફ પાક તથા ચીન સરહદે તંગ સ્થિતિ છે ત્યારે હવે અવકાશમાંથી એક પુછડીયો તારો આજે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થવાનો છે. અંતરીક્ષ એજન્સી નાસાના જણાવ્યા મુજબ ૧૪ સપ્ટેમ્બરે એક પુછડીયો તારો પૃથ્વીની નજીકથી પસાર થયો હતો હવે બીજો એક પુછડીયો તારો ૧૭ સપ્ટેમ્બરે પૃથ્વીની એકદમ નજીકથી પસાર થવાનો છે.
એસ્ટેરોઈડ ૨૦૧૪ નામનો આ પુછડીયો તારો મોટો એટલે કે લંડનના બ્રીજ જેટલી લંબાઈનો છે. જોકે નાસાએ કહ્યું હતું કે ચિંતાની જરૂર નથી. આ તારો ભલે મોટો હોય પણ પૃથ્વીને જરાપણ નુકસાન નહીં કરે અને પૃથ્વી કે પૃથ્વીના વાતાવરણને સ્પર્શ કર્યા વિના દુરથી જ પસાર થઈ જશે. જયારે આ તારો પૃથ્વી નજીકથી પસાર થશે ત્યારે તેની ઝડપ પ્રતિ સેક્ધડ ૮.૬૬ કિમીની હશે. સ્કીમ લાઈવના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૦ વર્ષમાં પૃથ્વીથી સૌથી વધુ નજીક હરોળને રાત્રે ૧૧:૫૦ કલાકે પસાર થવાની શકયતા છે. આ તારો પૃથ્વીથી ૨૫.૬ લાખ કિમી દુર પૃથ્વીની કક્ષામાંથી પસાર થશે.