• ચોમાસાની સિઝનમાં વરસાદી વાતાવરણમાં રોગચાળાએ માથું ઊંચક્યું:શરદી-ઉધરસના 1076 કેસ,સામાન્ય તાવના 476 કેસ,ઝાડા-ઉલટીના 296 કેસ, ટાઈફોઇડના ચાર કેસ,મરડા અને મેલેરિયાનો એક-એક કેસ નોંધાયો
  • શહેરમાં કોલેરાનો બીજો કેસ મળી આવ્યો છે. લોહાનગર વિસ્તારમાં જ્યાં અગાઉ એક કેસ નોંધાયો હતો ત્યાં જ બીજો કેસ મળી આવ્યો છે. હાલ દોઢ વર્ષનું બાળક કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેની સ્થિતિ સ્થિર અને ચિંતામુક્ત છે.બીજી તરફ વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળે પણ માથું ઊંચક્યું છે.

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ગત સપ્તાહ કોલેરાના બે કેસ શહેરના લોહાનગર વિસ્તારમાંથી મળી આવ્યા છે. અગાઉ લોહાનગર વિસ્તારમાંથી બાળક કોલેરાગ્રસ્ત જાહેર થયા બાદ વિસ્તારમાં ઝાડા ઉલટીના રોગચાળાથી પીડાતા સાત વ્યક્તિઓના લોહી અને સ્ટુલ નમુના લેવામાં આવ્યા હતા. જેમાં જે પ્રથમ કેસ મળી આવ્યો હતો તેના ત્રીજા જ ઘરમાં એક દોઢ વર્ષના બાળકનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા તેને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેની સ્થિતિ હાલ સ્થિર અને ચિંતામુક્ત છે. બીજી તરફ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પેકેજડ વોટરના 68 નમૂના લેવામાં આવ્યા છે. જે પૈકી 10 નમૂનામાં પાસ થયા છે.જ્યારે 58 ના રિપોર્ટ આવવાના હજી બાકી છે. સતત વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે.શહેરમાં શરદી -ઉધરસના 1076 કેસ, સામાન્ય તાવના 476 કેસ ઝાડા ઉલટીના 296 કેસ, ટાઈફોઈડ તાવના ચાર કેસ કોલેરાના બે કેસ મરડા નો એક કેસ અને મેલેરિયાનો એક કેસ મળી આવ્યો છે. આ ઉપરાંત મેલેરિયાનો પણ એક કેસ મળી આવ્યો હોવાનું જાહેર કરાયું છે.

રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની 360 ટિમો દ્વારા છેલ્લા એક સપ્તાહમાં 1,08,220 ઘરોમા પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.જ્યારે 317 ઘરોમાં ફિલ્ડ વર્કરો દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે.બાંધકામ સાઈટ,સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ,ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત બિન રહેણાંક હેતુની 698 પ્રીમાઈસીસમાં મચ્છરોની ઉત્પતિ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જે અંતર્ગત 431 આસામીઓને નોટિસ આપી રૂ.29300નો દંડ વસૂલ કરાયો ન હતો. જ્યારે રહેણાંક મકાનોમાં ચેકિંગ દરમિયાન 300 ઘરોમાં મચ્છરોના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે.

રાજકોટમાં હાલ તમામ પ્રકારના તાવનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એક જ સપ્તાહમાં એક જ વિસ્તારમાંથી કોલેરાના બે કેસ મળી આવતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. લોહાનગર વિસ્તારને આગામી દિવસોમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.