હાલ ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા પાક.ને કરાયું ‘ગ્રેલીસ્ટ’: પાક. ‘બ્લેકલીસ્ટ’ થવાનાં આરે
નાપાક પાકિસ્તાન જે રીતે આતંકવાદીઓને પ્રોત્સાહન આપી ટેરર ફંડિગમાં સિંહ ફાળો ભજવી રહ્યું છે ત્યારે હાલ પાકિસ્તાન દેવાનાં ઓઠા હેઠળ જીવી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દેશને મંદીમાંથી ઉગાડવા અને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા પાકિસ્તાન દરેક રીતે મહેનત કરી રહ્યું છે પરંતુ તેની છાપ વિશ્ર્વભરમાં ટેરર ફંડિગને લઈ અને આતંકીઓને પ્રોત્સાહન આપવાને લઈને જે છાપ પ્રસ્થાપિત થઈ છે તેનાથી ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાને યુ.એન સહિત ચીન જેવા મોટા દેશો પાસે નાણા અંકે કરવાની ભીખ માંગી હતી પરંતુ એશિયા પેસેફિક દેશો અને ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને હાલ ગ્રેલીસ્ટ કરવામાં આવ્યું છે જેનાં કારણોસર તેને ભંડોળ મળી શકતું નથી. હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો દેવાળીયા પાકિસ્તાનને જો બ્લેકલીસ્ટ એફએટીએફ દ્વારા કરવામાં આવશે તો તેનાં ઉપર સંકટનાં વાદળો ઘેરાઈ જશે અને ત્યારબાદ પ્રશ્ર્ન એ ઉદભવિત થશે કે પાકની અર્થવ્યવસ્થાને કેવી રીતે બેઠી કરવી.
એફએટીએફનાં ૨૭ મુદાઓમાંથી માત્ર ૬ મુદાઓ પર જ પાકિસ્તાન ખરું ઉતર્યું છે ત્યારે બાકી રહેતા ૨૧ મુદાઓ પાકને હેરાન કરશે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. વાત સામે આવે છે કે એફએટીએફ નજીકનાં સમયમાં પાક.ને બ્લેકલીસ્ટ કરશે તો નવાઈ નહીં. હાલ અમેરિકા ભારતનો જે રીતે સાથ અને સહકાર આપી રહ્યું છે ત્યારે પાકનાં વડાપ્રધાન ઈમરાન ખાન પણ અમેરિકાની મદદ લેવા આવી પહોંચ્યા હતા પરંતુ જે ચિત્ર ભારત માટે ચરિતાર્થ થયું છે તે જોતા લાગે છે કે, પાકિસ્તાન માટેનો આવનારો સમય અત્યંત કઠીન રહેશે ત્યારે પાકિસ્તાનને વિશ્ર્વમાંથી જે ભંડોળ આવતા હતા તે દરવાજા પણ એફએટીએફ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. કયાંકને કયાંક ભારતની અને વડાપ્રધાન મોદીની કુટનીતિનાં કારણે પાકિસ્તાન આડેહાથ લેવાયું હોય તેવું લાગી રહ્યું છે.