સુરત ન્યૂઝ
મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે . 1 માર્ચથી અમેરિકામાં રશિયાના પર પ્રતિબંધ મુકાશે. જેથી સુરતના ઉદ્યોગને અંદાજે 35 ટકાનો ફટકો પડશે. ઓફેક એટલે કે, ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા આ બેન મૂકવામાં આવ્યો છે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવા પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે .
ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટરે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગુ થશે. અડધા કેરેટથી પતલી સાઈઝના હીરાને બેન કરવા બાબતે હવે 1 સપ્ટેમ્બરે વિચારણા કરાશે. આ જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આયાતકારોએ પુરાવા પ્રદાન કરવાની જરૂર પડશે કે તેમના પોલિશ્ડ હીરાની રશિયામાં ખાણકામ કરવામાં આવી ન હતી. સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30થી 35 ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. જેના કારણે સુરતની ઈન્ડસ્ટ્રીને અસર થશે. પરંતુ રશિયાથી મોટા ભાગે આયાત થતાં હીરા પતલી સાઈઝના હોય છે. જો અડધા કેરેટથી નાની સાઈઝના હીરા પર પ્રતિબંધ કરવામાં આવશે તો સુરતની ઈન્ડસ્ટ્રી પર મોટી અસર થશે.