એમેઝોનનો શેર 2 ટકા તેજી સાથે 2050.50 ડોલરની સપાટીએ પહોંચ્યો
એમેઝોન એક ટ્રિલિયન ડોલર (71 લાખ કરોડ રૂપિયા) માર્કેટ કેપ વાળી અમેરિકાની બીજા નંબરની અને દુનિયાની ત્રીજા નંબરની કંપની બની ગઈ છે. તેનો શેર 2 ટકા વધીને 2050.50ની સપાટીએ પહોંચી ગયો છે. આ તેજીના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ વધી છે. એપલ 2 ઓગસ્ટે 1 ટ્રિલિયન ડોલરવાળી પહેલી અમેરિકન કંપની બની હતી. આ પહેલાં 2007માં શંઘાઈના શેરબજારમાં પેટ્રોચાઈનાનું માર્કેટ વેલ્યુશન આ સ્તરે પહોંચ્યું હતું. જોકે વેપાર પૂરો થતાં તે એક ટ્રિલિયન ડોલરની નીચે આવી ગઈ હતી.
દુનિયાની ટોપ 3 માર્કેટ કેપ વાળી કંપની
કંપની | માર્કેટ કેપ (ડોલર) |
એપલ | 1099 અબજ |
એમેઝોન | 1000 અબજ |
માઈક્રોસોફ્ટ | 856 અબજ |