ડાંગી એક્સપ્રેસના હુલામણા નામથી ઓળખાતી સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટિકમાં સોના પર નીશાન સાધ્યું છે. પોલેન્ડમાં યોજાયેલી યુરોપ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની 400 મીટર દોડને સરિતાએ 52.77 સેકન્ડમાં પુરી કરીને બીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. સરિતાને સિધ્ધિને ડાંગ સહિતના આદિવાસી સમાજ દ્વારા અભનિંદનની વર્ષા કરીને વધાવી લેવામાં આવી હતી.
રાજ્યના અતિ છેવાડાના ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામથી ખેલમહાકુંભના રમતોત્સવ થકી નેશનલ કક્ષાએ એથ્લેટિકસમાં ઉજળો દેખાવ કરનારી સરિતા ગાયકવાડે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયન એથ્લેટિકસ દોડની રમતમાં ભાગ લઇ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
તેણે ગોલડ મેડલ પ્રાત કરીને વિશ્વમાં ભારત દેશનો ડંકો વગાડયો હતો. ત્રણ દિવસ અગાઉ સરિતાએ પોલેન્ડમાં યોજાયેલી યુરોપ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની 400 મીટરની દોડ પણ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવી બીજી વખત દેશને સુવર્ણચંદ્રક અપાવી નામ રોશન કર્યુ હતું. ત્યારે આજે ફરી 400 મીટરની દોડને 52.77 સેકન્ડમાં પૂર્ણ કરીને બીજો મેડલ હાંસલ કરી યુરોપમાં ભારતનો ડંકો વગાડ્યો છે.