વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરી કલેકટર તંત્ર સતત હાઈ ઓથોરિટીના સંપર્કમાં
અબતક,રાજકોટ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ભીષણ યુધ્ધક ચાલી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવા કેન્દ્ર સરકાર ફરી ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા 13 વિદ્યાર્થીને પરત લાવવામાં આવ્યા છે. વધુ 69 વિદ્યાર્થીઓને પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને લોકોને પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવીરહી છે.
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના જણાવ્યાનુસાર યુક્રેનથી પ્રવર્તમાન યુધ્ધની પરિસ્થિતિમાં ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ યુક્રેન સ્થિત ભારતીયોને પરત લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.જેઅંતર્ગત રાજકોટ જિલ્લાના 13 વિદ્યાર્થીઓનેપરત લાવવામાં આવ્યા છે.દરમિયાન વધુ 69 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે પ્રાંત વાઈઝ પ્રાંત અધિકારીઓને નોડલ ઓફીસર તેમજ ડિઝાસ્ટર ક્ધટ્રોલ મામલતદારની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓનાં ડેટાબેજ તૈયાર કરી ઓથોરિટી સાથે સતત સંપર્ક કરવામાં હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
ભારત સરકાર દ્વારા ગઈકાલે યુક્રેન માટે એક નવી જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ ભારતીયોને તાત્કાલીન યુક્રેન છોડવા માટે જણાવી દેવામાં આવ્યું છે. કોઈ વ્યવસ્થા ન થાય તો પગપાળા ચાલીને પણ યુક્રેનથીનીકળી જવા જણાવવામાં આવ્યું છે.