સુરેન્દ્રનગર જિલ્લાના વધુ ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં આજે વધુ છ કોરોનાના કેસ નોંધાયા છે. તમામ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે. આજે નોંધાયેલા કેસો ધ્રાંગધ્રા, પાટડી અને ચુડા તાલુકામાં છે.
જેમા ધ્રાંગધ્રાના ઈસદ્રા, કોંઢ અને જેગડવા ગામમાં એક-એક કેસ, પાટડીના અખિયાણા ગામમાં એક કેસ, ચુડા તાલુકાના બલાળા ગામે બે કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ કુલ 14,829 થયા છે. જ્યારે 7,139 દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે.
જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 915 થયો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મોત થયા છે. જોકે તેની સામે 503 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.