સુરતનાં ચિરાગ મોઢ ઉપર આવકવેરા વિભાગે તવાઇ બોલાવી, હજુ પણ અનેક બેનામી વ્યવહારો સામે આવવાની શકયતા
સીરામીક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી એશિયન ગ્રેનીટો લીમીટેડને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેડ દરમિયાન પ્રથમ દિવસે 10 કરોડ રૂપિયા રોકડા અને 1ર લોકર જપ્ત કરવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશનનાં બીજા દિવસે પણ આવકવેરા વિભાગનાં કર્મચારીઓને સુરત ખાતેથી શેર બ્રોકર ચિરાગ મોઢ પાસેથી 4 કરોડ રૂપિયા રોકડ મળી આવી હતી. જેમાં કુલ મળી 1પ કરોડ રૂપિયા રોકડ અને 1ર લોકર મળી આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ હજુ પણ સર્ચની કામગીરી ચાલુ રહેશે તો નવાઇ નહિ કારણ કે આવકવેરા વિભાગને બીજા દિવસની સર્ચની કામગીરોમાં કુલ પ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી અને પ્રોપર્ટીમાં રોકાણ કર્યાના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
સીરામીક ઉદ્યોગમાં એશિયન ગ્રેનીટો લીમીટેડ પર પડેલી રેડ ખુબ જ મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ કંપની સાથે અન્ય કંપનીઓના માલીકોમાં પણ ભીતી સેવાઇ રહી છે, તેમના ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટકી શકે છે અને સમગ્ર સિરામીક ઉઘોગમાં ફફડાટ પણ મચી જવા પામ્યો છે. એશિયન ગ્રેનીટો લીમીટેડ પર પાડવામાં આવેલી રેડમાં ર00 થી વધુ અધિકારીઓ જોડાયા હતા અને તેઓએ સુરત, અમદાવાદ, મોરબી અને હિંમતનગર મળી કુલ 40 થી વધુ સ્થળો ઉપર નવાઇ બોલાવવામાં આવી છે.
હાલ પ્રશ્ર્નએ ઉદભવીત થઇ રહ્યો છે કે, હજુ કેટલા દિવસ રેડ પાડવામાં આવશે અને હજુ પણ ખુબ જ મોટી માત્રમાં બેનામી વ્યવહારો સામે આવી શકે છે. આવકવેરા વિભાગમાં અધિકારીઓ દ્વારા ફાઇનાન્સરો ઉપરાંત રોજલ શાહને ત્યાં પણ તવાઇ બોલાવવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ કંપનીના ડાયરેકટરો ગેરરીતી આચરી ખુબ જ મોટા પ્રમાણમાં નફો રળતા હતાં. પરંતુ તેને જે એન્ટ્રી થવી જોઇએ તે નથી નહતી. જે રેડ દરમિયાન સામે આવ્યું હતુ. આ તકે અન્ય બેંક ખાતાઓને પણ સીઝ કરવામાં આવે નવાઇ નહિ બીજી તરફ જુજ ફાઇનન્સરો દ્વારા જે અધિકારીઓ તપાસમાં જોડાયા હતા ત્યારે તેમના ઉપર પણ રોફ જમાવાનો પ્રયાસ કરવામાઁ આવ્યો હતો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ મોટા પ્રમાણમાં દાગીના પણ મળી આવ્યા હતા. અને કરોડો રૂપિયાની કરચોરી પણ સામે આવવાની શકયતા છે. એટલું જ નહી ડાયરેકટરો દ્વારા વિદેશી એકાઉન્ટમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું હતું.