આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની એક્ટિવિટી ઘટશે: મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની(છફશક્ષ)આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11 જુલાઈથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો કાલથી પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે હજુ પણ 4 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે. તો આગામી 11 તારીખ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.
આજે મોટાભાગના સ્થળે વરસાદી માહોલ રહેવાનું જણાવી ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. સાથે જ છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ રહી શકવાની પણ શકયતા વ્યકત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની એક્ટિવિટી ઘટશે અને 11 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં ભાગ્યે જ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે અમદાવાદ, ભરુચ, છોટાઉદેપુર, ગાંધીનગરમાં દિવસ દરમિયાન 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે વડોદરા, તાપી, પંચમહાલ, નવસારી, ખેડા,બોટાદ, અમરેલી જેવા જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, જેવા જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીરસોમનાથ,જામનગર, જુનાગઢ જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે મહીસાગરમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ડાંગ, સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.