તમામ ૧૮ વોર્ડમાં ચેકિંગ, રૂ.૩૮,૨૦૦નો દંડ વસુલાયો

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છતાં લોકો જીવલેણ બેદરકારી દાખવતા દેખાઈ રહ્યાં છે. કોર્પોરેશન દ્વારા આજે શહેરના તમામ ૧૮ વોર્ડમાં હાથ ધરવામાં આવેલી માસ્ક ચેકિંગ ઝુંબેશ દરમિયાન બપોર સુધીમાં ૧૯૧ વ્યક્તિઓ માસ્ક પહેર્યા વિનાના પકડાતા તેઓની પાસેથી રૂા.૩૮,૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આજે સવારથી હાથ ધરવામાં આવેલી ચેકિંગ ઝુંબેશ દરમિયાન વોર્ડ નં.૧માં ૭ વ્યક્તિ, વોર્ડ નં.૮માં ૭ વ્યક્તિ, વોર્ડ નં.૯માં ૨૫ વ્યક્તિ, વોર્ડ નં.૧૦માં ૫ વ્યક્તિ, વોર્ડ નં.૧૧માં ૮ વ્યક્તિ, વોર્ડ નં.૧૨માં ૧૪ વ્યક્તિ, વોર્ડ નં.૨માં ૯ વ્યક્તિ, વોર્ડ નં.૩માં ૭ વ્યક્તિ, વોર્ડ નં.૭માં ૭ વ્યક્તિ, વોર્ડ નં.૧૩માં ૧૬ વ્યક્તિ, વોર્ડ નં.૧૪માં ૧૨ વ્યક્તિ, વોર્ડ નં.૧૭માં ૧૬ વ્યક્તિ, વોર્ડ નં.૪માં ૭ વ્યક્તિ, વોર્ડ નં.૫માં ૧૧ વ્યક્તિ, વોર્ડ નં.૬માં ૭ વ્યક્તિ, વોર્ડ નં.૧૫માં ૯ વ્યક્તિ, વોર્ડ નં.૧૬માં ૧૪ વ્યક્તિ અને વોર્ડ નં.૧૮માં ૧૦ વ્યક્તિ માસ્ક વિના પકડાતા દંડ વસુલ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.