કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો પણ નિયમ અમલમાં છે. અનેકવાર અપીલ કરવા છતાં લોકો માસ્ક પહેરવાનું વ્યાજબી સમજતા ન હોય તેવું લાગી રહ્યું છે. આજે કોર્પોરેશન દ્વારા વોર્ડ વાઈઝ માસ્ક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં બપોર સુધીમાં માસ્ક ન પહેરનાર વધુ ૧૩૦ બેપરવાહ લોકો પાસેથી રૂા.૨૬૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સૌથી સારી બાબત એ માલુમ પડી હતી કે, વોર્ડ નં.૧, વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૧૫માં એક પણ વ્યક્તિ માસ્ક વીના પકડાયો ન હતો.

આજે માસ્ક ચેકિંગ ઝુંબેશમાં વોર્ડ નં.૮માં ૪ વ્યક્તિ, વોર્ડ નં.૯માં ૧૦ વ્યક્તિ, વોર્ડ નં.૧૦ ૮ વ્યક્તિ, વોર્ડ નં.૧૧માં ૧૦, વોર્ડ નં.૧૨માં ૮ વ્યક્તિ, વોર્ડ નં.૨માં ૧૫, વોર્ડ નં.૩માં ૭, વોર્ડ નં.૧૩માં ૧૦, વોર્ડ નં.૧૪માં ૧૨, વોર્ડ નં.૧૭માં ૮, વોર્ડ નં.૪માં ૮, વોર્ડ નં.૫માં ૭, વોર્ડ નં.૬માં ૫, વોર્ડ નં.૧૬માં ૮ અને વોર્ડ નં.૧૮માં ૧૦ વ્યક્તિ સહિત બપોર સુધીમાં કુલ ૧૩૦ લોકો માસ્ક પહેર્યા વિનાના પકડાયા હતા. જેઓને રૂા.૨૬૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.