રાજ્યના અમદાવાદમાં સૌથી વધુ ૧૭૦ કોરોનાગ્રસ્ત : ૧૪ને વાયરસ ભરખી ગયો
રાજકોટમાં સતત ત્રીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નહિ : રાજકોટીયન્સ માટે રાહતના સમાચાર
કોરોના કોવિડ ૧૯ વાયરસમાં પોઝિટિવ દર્દીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ગુજરાતમાં વધુ ૧૯૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૩૦૦૦ની નજીક પહોંચવા આવી છે. જ્યારે જીવકલે વધુ ૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓના સારવારમાં મોત નિપજતા રાજ્યનો મૃત્યુઆંક ૧૨૮ થયો છે. જેમાં રાજ્યના એપિસેન્ટર અમદાવાદમાં જ માત્ર ગઈ કાલે ૧૭૦ પોઝિટિવ કેસ નોંધાતા શહેરનો આંકડો ૨૦૦૦ને નજીક પહોંચી રહ્યો છે.અને એક દિવસમાં રાજ્યમાં નોંધાયેલા ૧૬ મોત માંથી અમદાવાદમાં જ ૧૪ લોકોને કોરોના ભરખી ગયો છે. જ્યારે રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ૧૦૩ સેમ્પલ માંથી ૯૪ સેમ્પલ નેગેટિવ આવતા રાજકોટીયન્સ માં રાહતનો શ્વાસ અનુભવાયો છે. જ્યારે વધુ ૯ સેમ્પલ ના રિઝલ્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત રાજ્યમાં કોરોના કોવિડ ૧૯ ના વધતા જતા પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક ના કારણે રાજ્ય મહારાષ્ટ્ર બાદ દેશભરમાં બીજા સ્થાન પર આવી ગયું છે. ગઈ કાલે લેવાયેલા સેમ્પલ માંથી રાજ્યમાં વધુ ૧૯૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ ૧૬ કોરોનાગ્રસ્ત લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ કોરોનામાં અત્યાર સુધુ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૦૦૦ પાસે પહોંચવા આવી છે. અને એક દિવસમાં વધુ ૧૬ દર્દીઓના મોત નિપજતા રાજ્યનો મૃત્યુઆંક ૧૨૮ થયો છે. ગુજરાતમાં ગઈ કાલે સૌથી વધુ અમદાવાદમાં પોઝિટિવ કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યના કુલ પોઝિટિવ કેસમાંથી ૨૫૦૦થી વધુ પોઝિટિવ કેસ અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરોમાં જ નોંધાતા લોકડાઉન વધારવાની વિચારણા ચાલી રહી છે.
રાજ્યમાં કોરોના વાયરસના એપિસેન્ટર તરીકે ઉભરેલા અમદાવાદમાં ફરી એકવાર રાજ્યના તમામ પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયા છે. ગઈ કાલે એક દિવસમાં વધુ અમદાવાદમાં ૧૬૯ પોઝિટિવ કેસ નોંધાયા છે.જેની સાથે અમદાવાદના પોઝિટિવ કેસની સંખ્યા ૨૦૦૦ પહોંચવા આવી છે. જ્યારે ગઈ કાલે રાજ્યમાં નોંધાયેલા ૧૫ મૃત્યુ માંથી માત્ર અમદાવાદમાં જ ૧૪ મૃત્યુ થયા છે. અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ મોત નિપજતા મૃત્યુઆંક ૧૦૦ને નજીક આવી રહ્યો છે.અમદાવાદમાં માત્ર આમજનતા જ નહીં પરંતુ કોરોના સામે લડતા ઘણા યોદ્ધાઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર અને વધુ એક તબીબ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ભાવનગરમાં શિહોર વધુ એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે. શિહોર ગામના જુલું ચોકમાં રહેતો યુવાન કોરોનાના સંક્રમણમાં આવ્યો હતો. ગઈ કાલે વધુ એક કેસ શહેરમાં પોઝિટિવ નોંધાયો છે. અગાઉ પોઝિટિવ આવેલા યુવાનના ભાઈને પણ કોરોનાનો ચેપ લાગતા તેમના પરિવારને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
જિલ્લા | નવા કેસ | કુલ કેસ |
અમદાવાદ | ૧૬૯ | ૧૮૨૧ |
સુરત | ૦૬ | ૪૬૨ |
વડોદરા | ૦૫ | ૨૨૩ |
વલસાડ | ૦૧ | ૦૫ |
પંચમહાલ | ૦૩ | ૧૫ |
ગાંધીનગર | ૦૧ | ૧૯ |
ભાવનગર | ૦૨ | ૩૫ |
બોટાદ | ૦૧ | ૧૨ |
આણંદ | ૦૩ | ૩૬ |
રાજકોટમાં કોરોના કોવિડ ૧૯ મામલે શહેરીજનો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સતત ત્રીજા દિવસે પણ રાજકોટમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શંકાસ્પદ દર્દીઓના લીધેલા ૧૦૩ સેમ્પલના માઈક્રો બાયોલોજી લેબમાં પરિક્ષમ કરવામાં આવતા તેમાંથી ૯૪ લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૯ સેમ્પલના રિઝલ્ટ હજુ પેન્ડિંગ રહ્યા છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. રેપીડ ટેસ્ટ કિટના ઉપયોગમાં પણ આરોગ્યતંત્રએ જોર લગાવ્યું છે. અત્યાર સુધી રેપીડ ટેસ્ટ કિટ દ્વારા શહેરના ૨૦૦થી વધુ અને ગ્રામ્યમાં ૪૨ જેટલા ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્યતંત્ર દ્વારા અત્યાર સુધી મેડિકલ કોલેજની માઈક્રો બાયો લેબમાં કુલ ૧૭૦૦ થી પણ વધુ સેમ્પલ ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી શહેર, ગ્રામ્ય અને અન્ય જિલ્લાઓના ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અત્યાર સુધી ૧૪ કોરોનાગ્રસ્ત દર્દીઓએ વાયરસને મ્હાત આપી સાજા થઈ ઘર વાપસી કરી છે.