સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને જીલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે માઝા મુકી છે ત્યારે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાંથી વધુ ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે અને આ તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં કોઈ જ લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી હોસ્પીટલમાંથી વધુ ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારનાં દર્દીઓનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.