- વરૂડી માતાજી, જટુકલી માતાજી અને ચરૂડી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે
- શીલાથી શીખર સુધી આરસ પથ્થરથી બનાવેલુ અદ્ભૂત મંદિર નિહાળી ભાવિકો મંત્રમુગ્ધ, ત્રિ-દિવસીય કાર્યક્રમમાં રાજકીય-સામાજિક મહાનુભાવોની હાજરી
નગરપીપળીયા વરૂડી માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દ્વીતીય દિવસે 108 કળશથી અભિષેક કરવામાં આવેલ હતું. આ યજ્ઞ આચાર્યશાસ્ત્રી કેવલ પંડ્યા દ્વારા કરવામાં આવેલ હતું. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ બપોરે અને સાંજે મહાપ્રાસદનું આયોજન કરવામાં આવેલ હતું. નગરપીપળીયા વરૂડી માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ખોડલધામ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલએ માતાજીના દર્શન કરી ગ્રામજનોને શુભેચ્છા પાઠવેલ છે. વિજયભાઈ ડોબરીયા (પ્રમુખ સદભાવના વૃધ્ધાશ્રમ) પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા. ભુપતભાઈ બોદર (પૂર્વ પ્રમુખ જીલ્લા પંચાયત), લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્ય), મુકેશભાઈ તોગડીયા (જીલ્લા પંચાયત સભ્ય), એમ.પી.ડાંગરીયા (પ્રમુખ કાલાવડ તાલુકા પંચાયત) વિપુલભાઈ મોરડ (પ્રમુખ લોધીકા તાલુકા પંચાયત) મોહનભાઈ ડાફળા (સભ્ય, રાજકોટ જીલ્લા પંચાયત) ડો.મનસુખભાઈ વેકરીયા તથા ડો. અમિતભાઈ હપાણી જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. બિલ્ડર્સ અને ભગવતી ઈન્ડસ્ટ્રીયલ ઝોનવાળા વિપુલભાઈ હરસોડા શીલા થી શીખર સુધી આરસ પથ્થરથી બનાવેલી માં વરૂડી માતાજીનું અદભુત મંદિર નગરપીપળીયા ગ્રામજનો માટે ખુલ્લુ મુક્યું હતું. લોકડાય2માં સાંજે 6:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકો હાજર રહી રાસ ગરબા તેમજ ભવ્ય લોકડાયરો જેમાં અલ્પાબેન પટેલ, યોગીતાબેન પટેલ, હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા દ્વારા રમઝટ બોલાવી હતી. લોકડાયરામાં ભારે જનમેદની ઉમટી પડી હતી. મહેમાનોની સન્માનવિધીનો કાર્યક્રમ સાંજે 7 વાગ્યે ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોને સન્માનીત કરાયા હતા. શ્રી વરૂડી માતાજીના મંદિરના નિર્માતા ચંદુભાઈ વશરામભાઈ હરસોડા, વિપુલભાઈ ચંદુભાઈ હરસોડા તથા અરવિંદભાઈ ચંદુભાઈ હરસોડા મંદિરના શિલ્પકાર ચેતનભાઈ સોમપુરા છે, શ્રી વરૂડી માતાજીની મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ ભાવિકોને ઉપસ્થિત રહેવા ચંદુભાઈ વશરામભાઈ હરસોડા તથા વિપુલભાઈ ચંદુભાઈ હરસોડા તથા સમસ્ત નગરપીપળીયા ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.