રાજ્યમાં ITએ સતત ત્રીજા દિવસે AGL કંપનીમાં સર્ચે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વધુ 5 કરોડથી વધુ રકમ મળી આવી છે. સાથે જ ફાઈનાન્સર સંકેત, રુચિત, દિપક શાહને ત્યાંથી 10 કરોડ મળ્યા હતા અને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢને ત્યાંથી 4 કરોડની રોકડ મળી આવી હતી. જેથી ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ મળેલી રકમ અંગે વિગતો પ્રાપ્ત કરી રહી છે. ઉપરાંત રોકડ રકમ માટેના વ્યવહારો અંગેની માહિતી પણ એકત્રિત કરાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યના 40 સ્થળોએ ઈન્કમ ટેક્સ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સેજલ શાહના ઘર અને ઓફિસ બન્ને સ્થળોએતપાસ કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ હવે ડેટા એનાલિસિસ અને ડોક્યુમેન્ટ્સના આધારે આગળની તપાસ હાથધરશે. સાથે આગામી દિવસોમાં લોકર્સની તપાસ પણ કરવામાં આવશે. આ અગાઉ અમદાવાદમાં પણ ITએ દરોડા પાડ્યા હતા
અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ IT વિભાગે ગઇ કાલે AGL ટાઈલ્સ કંપની સહિત એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા પાડ્યા હતાં. ત્યારે આજે પણ AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ફાઈન્સર સંકેત સાહ, રુચિત શાહ અને દિપક શાહને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેજલ શાહને ત્યાં પણ IT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. નારાયણ નગર પાલડી ખાતેની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
બીજી બાજુ પરિવાર સભ્ય કમલેશ પટેલ, મુકેશ, ભાવેશ અને સુરેશ પટેલને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. કંપનીની અમદાવાદ, મોરબી, હિંમતનગર અને સુરત ઓફિસ પર પણ તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે. અદાણી શાંતિગ્રામ ખાતે AGL માલિકના ઘર પર પણ તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદની 30 જગ્યાએ સર્ચ ઓપરેશન સતત બીજા દિવસે ચાલુ છે. IT ની રેડમાં ITને અત્યાર સુધી 10 કરોડ કેશ અને 12 લોકરો મળી આવ્યા છે. 200 ઇન્કમટેક્સના અધિકારીઓ રેડમાં જોડાયેલા છે.
ખાસ મહત્વનું છે કે , કમલેશ પટેલની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાની એક નામી કંપની છે. મળતી જાણકારી મુજબ, તપાસના અંતે હજુ પણ મોટા પ્રમાણમાં બેનામી હિસાબો સામે આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.