સ્પોટર્સ મીટમાં દોડ, લીંબુ ચમકી, બ્રોડ જમ્પ, કોથળા દોડ સહીતની ઇવેન્ટમાં વિઘાર્થીઓએ ભાગ લીધો
ગંગોત્રી સ્કૂલ દ્વારા દર વર્ષે એક મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં એન્યુઅલ ફંકશન, નોલેજ કાર્નિવલ તેમજ ચાલુ વર્ષથી “”એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ-૨૦૧૯” નું આયોજન કરવામાં આવેલ હતું. એન્યુઅલ સ્પોર્ટ્સ મીટના ચાર દિવસીય કાર્યક્રમ નો પ્રારંભ ૨૫ મી ફેબ્રુઆરીના દિવસે “માં” સરસ્વતીની પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. જેમાં અરુણભાઈ ઠુંમર, પ્રફુલભાઇ ટોળીયા, ડો.દિપક લંગાલિયા સાહેબ, ઉપરાંત રોટરી ક્લબના સભ્યો, હિતેષભાઇ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચાર દિવસીય સ્પોર્ટ મીટ કાર્યક્રમમાં ગંગોત્રી સ્કૂલના ટ્રસ્ટી સંદિપસર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના પ્રિન્સિપલ કિરણબેન દ્વારા કાર્યક્રમને ખુલો મુકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત માર્ચપાસ્ટ, મસાલ, યોગ નું મહત્વ દર્શાવતો આદીયોગી યોગ ડાન્સ, સ્પોર્ટ્સ ડાન્સ, સૂર્યનમસ્કાર, પિરામિડ વિવિધ પ્રકારની ઇવેન્ટ રજુ કરવામાં આવી હતી. ચાર દિવસીય એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ માં ૩૦ મી., ૫૦ મી., ૧૦૦ મી., ૨૦૦ મી., ૪૦૦ મી., રેસ યોજાઈ હતી તેમજ લીંબુ ચમચી, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, કોથળા રેસ, ત્રિ-પગી દોડ, બેલેન્સ રેસ, ગોળાફેંક, ચક્રફેંક, લોન્ગ જમ્પ જેવી વિવિધપ્રકારની ઇવેન્ટ ગ્રાઉન્ડ પર રજુ કરવામાં આવી હતી. વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.
આ ઉપરાંત ઉપસ્થિત વાલીગણ માટે પણ લીંબુ ચમચી, ત્રિ-પગી દોડ, ટાયર રેશ યોજાઈ હતી. આ સમગ્ર ચાર દિવસીય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ગંગોત્રી સ્કૂલ ની મેનેજમેન્ટ ટીમ તેમજ શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી અને ગંગોત્રી સ્કૂલના પપ્રેસિડન્ટ સંદીપ છોટાળા દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.