અખિલ હિંદ મહિલા પરિષદ અને કુટુંબ સલાહ કેન્દ્ર સંચાલીત અને કેન્દ્રિય સમાજ કલ્યાણ બોર્ડ માન્યતા પ્રાપ્ત કુટુંબ સલાહ કેન્દ્રની વાર્ષિક સલાહકાર સમીતીની બેઠક અખીલ હિંદ મહીલા પરિષદના પ્રમુખ ડો. ભાવનાબેન જોશીપુરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી અને બેઠકમાં રાજકોટના ૮૪ જેટલા આર્થિક પછાત વિસ્તારોમાં તરુણવયની બાળાઓમાં જાગૃતિ પ્રેરક સંપર્ક કાર્યક્રમ તેમજ કાયદાની સમજ આપવા અર્થે નિર્ણય લેવામાં આવ્યો હતો.. કુટુંબ સલાહ કેન્દ્ર દ્વારા ૩ માસમાં ૬૦ થી વધારે કેસોનો નિકાલ લાવવા અર્થેનું ભગીરથ કાર્ય રાજકોટના કુટુંબ સલાક કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે.
ડો. ભાવનાબેન જોશીપુરાએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજકોટના કેન્દ્રની સકસેસ સ્ટોરી રાષ્ટ્રીય કક્ષાએ ઉદાહરણરુપ રીતે પ્રસારીત કરવામાં આવી છે. અને કેન્દ્રના ડે. કમિશ્નર મહીલા અને બાળવિકાસ એ.લલીથાજી આ કેન્દ્ર ઉપર રુબરુ આવ્યા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહીલા સશકિતકરણ સંદર્ભેના તમામ આયામો એક સાથે સંકલિત કરીને કામગીરી કરતા આ કેન્દ્રને બિરદાવ્યા હતા.
ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ વર્ક એન્ડ રીસર્ચ દ્વારા તમામ કેન્દ્રોનું ઇન્સ્પેકશન કરવામાં આવેલ જે પૈકી અખિલ હિંદ મહિલા પરીષદને સુઆયોજીત કામ કરવા બદલ અને પક્ષકારોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા સંદર્ભે અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ પોલીસ કમીશ્નર કચેરીના પ્રતિનિધિ ઇન્સ્પેકટર પી.બી. સાપરા, દહેજ પ્રતિબંધક સહરક્ષક અધિકારી કિરણબેન મોરીયાણી, શિક્ષણવિદ અને એડવાઇઝર ડો. સુદર્શનાબેન માંગુકિયા મનોચિકિત્સક ડો. ભાવેશભાઇ કોટક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં મંત્રી પ્રવિણાબેન જોશી, કોષાઘ્યક્ષ આશાબેન મદલાણી, કાઉન્સીલરો પુનમબેન વ્યાસ, પારુલબેન પંડયા તથા સંસ્થાના એડવોકેટ શબનમ વાય. ઠેબા ઉ૫સ્થિત રહ્યા હતા.