સૌરાષ્ટ્રમાં કપાસ આધારીત ઉઘોગોના પડકારો ઉકેલવાની જરૂરત પર ભાર મુકતા ‘અબતક’ની મુલાકાતે આવેલા એસોસીએશનના પદાધિકારીઓ
સૌરાષ્ટ્રમાં જીનીંગ ઉઘોગના પડકારો દુર કરવા નકકર આયોજનની જરુર હોવાનું ‘અબતક’ ની મુલાકાતે આવેલા પ્રમુખ અરવિંદભાઇ પાણ, સેક્રેટરી હિતેશભાઇ રૂઘાણી અને ટ્રેઝરર હિતેશભાઇ ભુવાએ જણાવેલ ક સૌરાષ્ટ્ર જીનર્સ એસો.ની રપમી તારીખે મળનારી સાધારણ સભામાં જીનીંગ ઉઘોગ અંગે સવિસ્તાર મનોમંથન કરવામાં આવશે. જીનીંગ ઉઘોગ સતત પરિવર્તનશીલ આંતરીક અને બાહય પડકારો સામે વિકાસની નવી કેડી કંડારી રહ્યો છે.
સૌરાષ્ટ્રના જીનીંગ ઉઘોગ પણ કોરોના કાળના સંઘર્ષ બાદ નવી લય અને નવો આત્મ વિશ્ર્વાસ પ્રાપ્ત કર્યો છે. સૌરાષ્ટ્રના જીનીંગ ઉઘોગકારો અને જીનીંગ ઉઘોગને માટે સદાય અડગ સાથ આપનાર સૌરાષ્ટ્ર જીનર્સ ઉઘોગ સંગઠન પ્રેરક ભૂમિકામાં રહ્યું છે. સૌરાષ્ટ્ર જીનર્સ એસો. દ્વારા આગામી તા. રપ ના રોજ ચિતલ દેસાઇ કોટેક્ષ ખાતે 9મી સામાન્ય સભા યોજાશે.
આ સામાન્ય સભા અનેક રીતે અસામાન્ય બની રહેશે. સૌરાષ્ટ્ર જીનર્સ એસો.ના પ્રમુખ અરવિંદભાઇ પાણ, ઉપપ્રમુખ સંદીપભાઇ શાહ, જયંતિભાઇ પટેલ, સંજયભાઇ હેરમા, મંત્રી હિતેશભાઇ રૂઘાણીના જણાવ્યા મુજબ જીનર્સોન સામાન્ય સભામાં કોટન એસો. ઓફ ઇન્ડીયાના પ્રમુખ અતુલભાઇ ગણાત્રા ઉપપ્રમુખ ભુપન્દ્રસિંઘ રાજપાલ, ગુજરાત સ્પીનીંગ એસો. ના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ સામાન્ય સભામાં જીનીંગ ઉઘોગના મિત્રોમાં પરસ્પર સહકારની ભાવના વધે જીનીંગ ઉઘોગ સામેના પડકાર અને તેના નિવરાણ અંગે ચર્ચા વિચારણા, આંતર બાહ્મ મુશ્કેલીઓ અંગે વિચાર વિમર્શ થશે.
સાથે સાથે દેશના ટોચના નિષ્ણાંતો સ્થાનિક રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો અંગે ઉ5સ્થિત ઉઘોગકારોને માર્ગદર્શન આપશે. જેની જીનીંગ ઉઘોગકારોને ઘર આંગણે વૈશ્વિક આધારભૂત અને પ્રેકટીકલ માહીતી મળશે. કોટન ટ્રેડના અનુભવીઓ સર્વે ઉ5સ્થિત રહી સભ્યોને માર્ગદર્શન આપનાર હોવાથી આ સામાન્ય સભા બિઝનસ પ્રમોશન પ્લેટફોર્મ બની રહેશે. દેશના ટોચ કોટન એકસપોટસ ટ્રેડર, મલ્ટી નેશનલ એકઝીકયુટીવ, બ્રોકર કોટન સ્થિનીંગ અગ્રણીઓ માર્ગદર્શન પુરુ પાડશે.