ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરા અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે દિપ પ્રાગટય : મિટીંગમાં બિલ્ડરોના વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા એન્યુલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ આજે કેડાઈ ગુજરાતની બોર્ડ મીટીંગ પણ યોજાઈ હી જેમાં ગુજરાતભરનાં બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા મીટીંગ દરમિયાન બિલ્ડર એસોશીએશન બનાવવામાં આવ્યાહતા તેમજ એસો.ના હોદેદારોની નિમણુંક પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું દિપ પ્રાગટય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ પરેશ ગજેરાના હસ્તે કરવામાં આવ્યું હતુ આ સાથે રાત્રે હસાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ તેમાં ધી‚ભાઈ સરવૈયાએ ઉપસ્થિત બિલ્ડરોને પેટ પકડીને હસાવ્યા હતા.
ક્રેઈ ગુજરાતનાં પ્રમુખ પરેશ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું કે ક્રેડાઈ ગુજરાત બિલ્ડર્સ એસો.ની સૌથી મોટી સંસ્થા છે. અને ૨૬ જિલ્લામાં બિલ્ડર એસો. કાર્યરત છે. ક્રેડાઈ ગુજરાત એસો.ની બોર્ડ મીટીંગ હતી. ક્રેડાઈ ગુજરાત દ્વારા જૂનાગઢ, જામનગર, બોટાદ અને મોરબી આ ચાર જિલ્લામાં નવા એસો. બનાવવામાં આવ્યા છે. જેનું આજે ઈનોવેશન છે. રાજકોટ બિલ્ડર એસો.માં નવા ૪૦ સભ્યો બન્યા છે. તેમનું આજે ઈન્સ્ટોલેશન અને સ્વાગત છે. સાથે સાથે ડિનર અને મ્યુઝિકલ ઈવેન્ટ પણ છે.
ક્રેડાઈ ગુજરાતનાં ચેરમેન અને ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજીંગ ડાયરેકટર શેખર પટેલે જણાવ્યું કે રાજકોટ બિલ્ડર એસો. છેલ્લા ૧ વર્ષથી એકટીવ રોલ ભજવી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં જીડીસીઆર રીલેટેડ સારા કામો થઈ રહ્યા છે. અને એન્વાયરમેન્ટ રીલેટેડ પણ થઈ રહ્યા છે. અને એન્વાયરમેન્ટ રીલેટેડ પણ થઈ રહ્યા છે. તેનો હેતુ એ છે કે દરેક બિલ્ડર સાથે મળે અને દરેક ફેમીલી એકબીજાને ઓળખે અને મિત્રતા વધે જેથી બીઝનેસમાં સાથે રહીને કામ કરશે અને ઈન્ડસ્ટ્રીનો પણ ગ્રોથ થશે. અંદાજે ૮૦૦ લોકોનું આ ફંકશન છે.
વિવાન ઈન્સ્ટીટય૮શનના એમ.ડી.તેજસ જોષીએ કહ્યું કે આજે ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસો. દ્વારા જાંજરમાન આયોજન કરાયું છે. દરેક ડેવલોપર્સ એકબીજાને મળે અને બિઝનેસ વધારે તે હેતુથી આયોજન કરાયું છે. તેઓની કંપની વિવાન છે. એ ૨૦ વર્ષથી એકટીવ છે. અને તેઓનાં અલગ અલગ બિલ્ડીંગ, પ્લોટીંગના કોમર્શીયલકામ ચાલી રહ્યા છે. અને અમદાવાદના વિકાસમાં તેઓ સારો એવો ફાળો આપી રહ્યા છે.
ક્રેડાઈ સુરતના પ્રેસીડેન્ટ સુરેશ પટેલે જણાવ્યું કે તેઓનું ગ્રુપ છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે. અને તેઓ રેસીડેન્ટ અને કોમર્શિયલ પ્રોજેકટો તૈયાર કરે છે. તેઓનું ક્ધસ્ટ્રકશનની મેથડ અને સૌરાષ્ટ્રની મેથડ સરખી છે. પરંતુ અલગ અલગ એરીયા પ્રમાણે રીકવાયરમેન્ટ અલગ હોય છે. આજે ક્રેડાઈની ઈજીએમ હતી અને ક્રેડાઈ ગુજરાતની બોર્ડ મીટીંગ હતી. સૌરાષ્ટ્ર ઝોનને મજબુત કરવા માટે ક્રેડાઈ ગુજરાત દ્વારા આ આયોજન કરવામા આવ્યું હતુ અનેતેઓની યુનિટી મજબુત કરવા અને કોઈના ઈસ્યુ હોય તે જાણવા માટે બોર્ડ મીટીંગ હતી.
બિલ્ડર એસો. બોર્ડના નવનિયુકત ઉપપ્રમુખ યુવરાજસિંહ રાણાએ જણાવ્યું કે અત્યારે રેવન્યુને લઈને ઘણા પ્રશ્ર્ન છે. જે તેઓએ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરેલ છે. તેમાંથી સરકારે ઘણા સુધારાઓ કરી નાખ્યા છે. આ ઉપરાંત થોડાક ટીપીને લગતા, બીનખેતીને લગતા અને રેવન્યુમાં જે જમીનોને લગતા પ્રશ્ર્નો છે. તેની અમે અત્યારે રજૂઆત કરી છે. અને આ ઉપરાંત આજે પણ જાહેરાત કરી છે કે કોઈ બિલ્ડરને તેમાં કોઈ તકલીફ લાગે તો તેઓ સુચનો મોકલે તો આપણે સારી રીતે સરકારને રજૂઆત કરી શકીએ.
અને સરકાર તરફથી પણ સૂચન આવેલ છે કેતમને નડતા હોય તેવા પ્રશ્ર્ન આપો જેથી આપણે પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકી. અને સારા સુધારાઓ કરી શકીએ.
ક્રેડાઈ ગુજરાત દરેક બિલ્ડરોનાં સંગઠનોનો એક સમુહ છે. જેથી લોકોને ઓછા પૈસે મકાનો મળી રહે અને ગવર્મેન્ટને કોઈ પ્રશ્ર્નો આપીએ અને ગવર્મેન્ટ તેનું નિરાકરણ કરી વાંચા આપે અમારા ઘણા પ્રશ્ર્નોનું નિરાકરણ આપ્યું છે. અત્યાર સુધીમાં અમે જીડીસીઆરમાં જે રજુઆત કરી હતી તેમાં કુલ ૬૦ મુદાઓ અમે સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. જે વ્યાજબી મુદા હતા. અને એમાંથી સરકારએ અમારી ૫૬ માંગણીઓ સ્વીકારી લીધી છે.જેથી અમે માનીએ છીએ કે ૯૫% માંગણી સ્વીકારી લીધી છે. અને જે ૪ થી ૫ મુદા હતા તે અમે જતા કરેલ છે. કારણ કે સરકાર તરફથી બીજા સીટીઓમાં તકલીફ પડે તેમ હતી અમારી પોઝીટીવ રજૂઆત સરકારએ સ્વીકારી લીધી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com