વેપારી વિષયક વાર્તાલાપ યોજાશે: શહેરના મહાનુભાવોને ગૌરવ એવોર્ડથી સન્માનીત કરાશે.
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સને ૨૦૧૭-૧૮ ના વર્ષની ૧૬મી વાર્ષિક સમાન્ય સભાનું તા.૧૮ ઓગષ્ટના ૩.૩૦ થી ૫ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કાઠીયાવાડ જીમખાના કલબ રાજકોટ તથા માસ્ટર માઇન્ડ સુરત કે જે મોટીવેશન કંપનીના સહયોગથી સાંજના પ થી ૬ વાગ્યા સુધી રાજકોટ શહેરના સન્માનીત અને ગૌરવવંતા આગેવાનોની વિવિધ ક્ષેત્રમાં નોધપાત્ર કાર્ય બદલ થયેલ એવોર્ડ પ્રાપ્ત બદલ તેઓનો અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
તેમજ વેપાર ઉઘોગને માર્ગદર્શક અને માહીતી પ્રદાન હેતુથી ભારતીય અર્થતંત્ર ભુતકાળ, આજ અને આવતીકાલ અંગે ભારત સોને કે ચીડીયા નામનો કાર્યક્રમ અને વાર્તાલાપનું આયોજન સાંજના ૬ વાગ્યાથી કરવામાં આવશે. કાર્યક્રમના અંતે સૌને માટે રસપ્રયુર અને સ્વાદિષ્ટ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમના મહેમાનો તરીકે માન. રાહુલ ગુપ્તા આઇએએસ, જીલ્લા કલેકટર રાજકોટ, મા. બંછાનીધી પાની આઇએએસ કમિશ્નર રાજકોટ મ્યુનિ. કોર્પો., મા. મનોજ અગ્રવાલ આઇપીએસ રાજકોટ શહેર પોલીસ કમીશ્નર તથા માન. મોહનભાઇ કુંડારીયા લોકસભ્ય તેમજ સરકારી ઉચ્ચ અધિકારી પણ ખાસ ઉ૫સ્થિત રહેશે.
રાજકોટ શહેરના વેપાર ઉઘોગ ક્ષેત્રે નોંધનીય કામગીરી બદલ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ઇનામ કે એવોર્ડ મેળવેલ હોય તેમજ સામાજીક સેવા ક્ષેત્રે પ્રતિષ્ઠીત પદ પ્રાપ્ત કરનાર મહાનુભાવોને તેમના કાર્ય અંગેની નોંધ તથા મેળવેલ સિઘ્ધી અંગે માહીતીની વિગત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કાર્યાલય પર વહેલામાં વહેલી તકે તા. ૮-૮ ના રોજ સાંજના ૫ સુધીમાં પહોચતી કરવા અનુરોધ છે. જેથી સન્માનીત વ્યકિતઓનું યોગ્ય રીતે સન્માન કરી શકાય.
તેવુ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા માનદ ઇન્ચાર્જ મંત્રી ઇશ્ર્વરભાઇ બાભોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.