આવતીકાલે જૈન મહાપર્વ સંવત્સરી

કાલે ઉપવાસ, એકાસણા કે આયંબિલ જે થઇ શકે તે તપ આરાધના કરવી જોઇએ: મનોજ ડેલીવાલા

આવતીકાલે વર્ષનો શ્રેષ્ઠ દિવસ, જૈન મહાપર્વ સંવત્સરી છે. સંવત્સરી એટલે કર્મોના હિસાબ-કિતાબને માંડવાળ કરવાનો દિવસ છે. જૈન અગ્રણી મનોજભાઇ ડેલીવાળાએ આ મહાપર્વ અનુસંધાને જણાવ્યું છે કે કાલે દરેે ખાસ કરીને જૈનોએ ઉપવાસ, એકાસણા કે આયંબિલ જે થઇ શકે તે તપ આરાધના કરવી જોઇએ.

વેર – ઝેરને કાયમને માટે વિરામ આપવાનો અવસર એટલે સંવત્સરી ૮૪ લાખ જીવાયોનિના જીવને ખરા અંત:કરણપૂવેક ખમાવવાના.આપણે એવું માનતા હોઈએ કે મારી કયાં ભૂલ છે…એણે આમ કર્યુ’તુ ને તેમ કર્યું’તુ.મહા પુરુષો કહે છે કે ભૂલ ભલે આપડી ન હોય છતાં સામે જઈને ક્ષમાપના કરવાની આત્મા હળવો ફૂલ થઈ જશે.એક આત્માને પણ જો ખમાવવાનો બાકી રહી જશે તો અભિચિ કુમારની જેમ ભવ ભમ્રણ વધી જશે.પોતાના પિતા સિવાય આખા જગતને અભિચિકુમાર ખમાવે છે. પ્રભુ કહે તેનું ભવ ભ્રમણ અટકશે નહીં. તેને બધું ખટકશે.

IMG 20200820 203837

જૈન દશેન કહે છે વેરનો અનુબંધ મહા ભયંકર છે. કોઈ પણ ભવમાં એ જીવ સાથે ભેટો થઈ જાય..અને વેરની પરંપરા ચાલુ થઈ જાય. માટે જ દરેક જીવાત્માઓને અંત: કરણપૂવેક ખમાવી લેવાના. જગતના દરેક જીવો સાથે મિત્રતા રાખવાની…કોઈ પણ જીવ સાથે વેરભાવ નહીં રાખવાનો.

આ સાથે મનોજ ડેલીવાળાએ જણાવ્યું હતું કે આવતી કાલે પૂ.સાધુ – સાધ્વીજીઓને ચૌવિહારો ઉપવાસ હશે.૯ વષેની ઉંમર હોય કે ૯૦ વષેના વયોવૃધ્ધ સાધુ – સાધ્વીજી હોય સવંત્સરીનો ચૌવિહારો ઉપવાસ તેઓ માટે ફરજીયાત હોય છે.ઉપવાસ હોવા છતાં તેઓ શ્રાવક – શ્રાવિકાઓને આલોચના કરે,અથાક શ્રમ લઈને શાસન પ્રભાવના માટે સતત જાગૃત રહે છે. આપણે પણ ચતુર્વિધ સંઘના એક સદ્દસ્ય છીએ તો આવતી કાલે ઉપવાસ, એકાસણા, આયંબિલ કે જે થઈ શકે તે તપ આરાધના કરવી જોઈએ. આત્મા અનંત શકિતનો ધારક છે.જે ધારે તે કરી શકે છે.

આલોચના પ્રતિક્રમણ ફરજીયાત કરવાનું હોય છે. ચિંતન કરવાનું કે ગત સંવત્સરીએ આપણી સાથે હતા તેમાંથી અનેક આત્માઓ પરલોકે સિધાવી ગયા હશે.આવતા વર્ષે આપણે હશું કે નહીં તે પણ નક્કી નથી.આયુષ્યનો કાંઈજ ભરોસો નથી.દૂલેભ માનવ ભવની પ્રત્યેક પળને ચાલો સાથેક કરી લઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.