સભાસદોના સંતાનોનું શિલ્ડ તથા મોમેન્ટો આપી કરાયું બહુમાન

ઉપલેટા પીપલ્સ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ઉપલેટાની નવમી વાર્ષિક સાધારણ સભા તા.ર6ના રોજ એક સોસાયટીના ચેરમેન છગનલાલ એસ.સોજીત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલ હતી. જેમાં મંડળીના વાઈસ ચેરમેન કે.ડી.ગજેરા, મેનેજીંગ ડિરેકટર પી.જી.કુંભાણી તેમજ ડીરેકટરો મુકેશભાઈ ડોબરીયા, હરીભાઈ ઠુંમર, વલ્લભભાઈ સખીયા, પ્રભાવતીબેન મુરાણી, કીરીટભાઈ રાણપરીયા, રમણિકલાલ સુતરીયા, કિશોરભાઈ ભાદરકા, કેતનભાઈ બારૈયા અને વિઠ્ઠલભાઈ સોજીત્રા વિગેરે તેમજ વિશાળ સંખ્યામાં સભાસદોની હાજરીમાં યોજાયેલ હતી.

Untitled 1 570

આ સાધારણ સભાની સાથે સાથે મંડળીના સભાસદોના સંતાનો કે જેઓ પોતે જે શાળામાં અભ્યાસ કરતા હોય તેમાં પોતાના વર્ગોમાં એક થી ત્રણ નંબર આવેલ હોય તેવા તેમજ ધોરણ-10 માં 80% માર્કસ કે તેથી ઉપરના માર્કસ તેમજ ધોરણ-12 માં 75% માર્કસ કે તેથી ઉપરના માર્કસ મેળવેલ હોય તેવા વિદાર્થીઓને “શીલ્ડ” તેમજ બેગના રૂપમાં મોમેન્ટો અર્પણ કરીને તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.

આ સાધારણ સભામાં ચેરમેન અને ભૂતપૂર્વ ધારાસભ્ય છગનલાલ એસ.સોજીત્રાએ મંડળીના વાર્ષિક અહેવાલ રજુ કરવાની સાથે સાથે 16 ઠરાવો રજુ કરેલ હતા. જે સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતા.છગનલાલ સોજીત્રાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે,આપણી મંડળી નાના નાના વેપારીઓ, ફેરીયાઓ, રેકડી ધારકો જેઓને પોતાના ધંધા માટે સામાન્ય મુડી ન હોવાના કારણે પોતાના ધંધાનો વિકાસ કરી શકતા નથી અને આર્થિક રીતે પગભર થઈ શકતા નથી તેવા લોકોને સરળતાથી નાણાકીય લોન આપીને તેઓને વિકાસની સીડીના બે-ત્રણ પગથીયા ચડવામાં મદદરૂપ થઈને તેઓ સીડી ચડી શકે તેવા હેતુથી આ મંડળીની સને-ર014માં સ્થાપના કરવામાં આવેલી છે અને તે રીતે મંડળીનું કામ કાજ કરતા કરતા સને-2021-રર ના વર્ષમાં રૂા.11,60,000/અંકે રૂપીયા અગીયાર લાખ સાઈઠ હજારનો ચોખ્ખો નફો કરવામાં આવેલ છે અને નફામાંથી નિયમ મુજબ બધી જોગવાઈઓ કરીને સભાસદોને ડિવીડન્ડ આપવાની જાહેરાત કરેલ હતી.

 મહાનુભાવોના પ્રાસંગીક ઉદ્બોધન

આ પ્રસંગે ખાસ હાજર રહેલા ઉપલેટા નગરપાલિકા પુર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.ના ડાયરેકટર હરીભાઈ ઠુંમર અને નરશીભાઈ મંગલપરા તેમજ સરદાર પટેલ ફાઉન્ડેશનના પ્રમુખ હરસુખભાઈ સોજીત્રા વિગેરેએ પ્રાસંગીક પ્રવચનો કરેલ હતા.

આ સાધારણ સભામાં સરદાર વલ્લભભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વલ્લભભાઈ સોજીત્રા અને શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાદરીયા અને ખોડલધામ સમિતિ ઉપલેટાના પ્રમુખ રાજુભાઈ મુંજપરા તેમજ ડો.આર.કે.સોજીત્રા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન મંડળીના ડીરેકટર વિઠ્ઠલભાઈ સોજીત્રાએ કરેલ હતું અને આભારવિધિ મંડળીના મેનેજર આનંદભાઈ બગથરીયાએ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.