મહાનુભાવોના હસ્તે વિજેતાઓને શિલ્ડ-ટ્રોફી-મોમેન્ટો આપી સન્માનિત કરાયા
મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલયનો વાર્ષિક કાર્યક્રમ પોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસુચિત જાતિ કલ્યાણ ખાતા સંચાલિત રાજકોટની સરકારી છાત્રાલયોના વિદ્યાર્થીઓ શૈક્ષનિક ક્ષેત્રે તથા રમ્તોસવમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓને બિરદાવવા તથા રાજકોટ શહેર પોલિસ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ વર્ગોથી કારકિર્દી બનાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ છાત્રોનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ-ટ્રોફી-મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતાં.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. જયારેપોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોતે સુરક્ષા સેતુ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનો લાભ લેવા જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા છાત્રાલયના કર્મચારીઓ કે.કે. ત્રિવેદીતેમજ પી.પી. કિશોરનેનિવૃત્તિ બદલ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. તેમજટી.ટી.સી વર્ગના સંચાલકો સર્વેશ્રી માનીશ ગઢવી તેમજ કરશનભાઈ ગઢવીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ,નેહલભાઈ શુક્લ, ડી.સી.પી. શ્રીકરણરાજ વાઘેલા, એ.સી.પી. શ્રીહર્ષદ મહેતા,મહાનુભાઓ સર્વેશ્રી ડો. એમ. કે. મારૂ, શ્રીઆર. જી. પરમાર, શ્રીરઘુરામ સોલંકી, શ્રીએન. જે. પાનેરી તેમજ મોટી સંખ્યામ છાત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.