ભાંગડા, ગરબા રજુ કર્યા બાળકોએ: તેજસ્વીઓને અપાયા ઈનામ

રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે પુરુષાર્થ ગુજરાતી મીડિયમ સ્કુલ તેમજ પાઠક ઈગ્લીંશ મીડિયમ સ્કુલનું એન્યુઅલ ફંકશનનું સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને સ્કૂલના નર્સરીથી લઈ ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.

જેમાં બાળકો દ્વારા ભારતની વિવિધ સંસ્કૃતિની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં ભાંગડા, ગરબા વગેરે કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચેની સર્જિકલ સ્ટ્રાઈકને દેશભકિત શોંગ ઉપર રજુ કરવામાં આવ્યું હતું. ઉપરાંત છેલ્લા વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના પ્રણેતા-સમણપ્રતિયજ્ઞ સ્વામી, પુરુષાર્થ સ્કુલના પ્રમુખ રાણાભાઈ ગોજીયા, ઈશ્ર્વરીયા વિશ્ર્વ વિદ્યાલયમાંથી દીદી, કોર્પોરેટર બાબુભાઈ આહિર સહિત મહેમાનો હાજર રહ્યા હતા. બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પુરુષાર્થ સ્કૂલના પ્રમુખ રાણાભાઈ ગોજીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે,આજરોજ પુરુષાર્થ સ્કૂલ ગુજરાતી મીડિયમ તથા પાઠક ઈંગ્લીશ મીડિયમના સંયુકત ઉપક્રમે કલરવ-૨૦૧૮નું અમે હેમુગઢવી હોલ ખાતે આયોજન કર્યું છે. જેમાં નર્સરીથી ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ૧૭ થી ૨૦ જેવી અલગ અલગ કૃતિઓ રજુ કરી છે. આ કૃતિઓ અલગ-અલગ બધા કલચરની હતી.

જેમાં ભાંગડા (પંજાબી), ગુજરાતી વગેરે કૃતિ રજુ કરેલ છે. જેમાં એક દેશભકિત શોંગ જે સર્જિકલ સ્ટ્રાઈક કૃતિ પણ બાળકોએ રજુ કરેલ છે. અમારા આ કાર્યક્રમને માન આપી સમણશ્રૃતયજ્ઞ સ્વામીજી જે પિસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના પ્રણેતા છે. જેઓ શિબિરો પણ લેવા જાય છે. સ્વામીજીએ વાલીઓને સુચનો અને માર્ગદર્શન પણ આપ્યું સાથે સાથે અમે ઈનામ વિતરણનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. જેમાં ગયા વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હોય તેમને ઈનામો પણ આપ્યા.

ગોહેલ પલકે કહ્યું કે, પુરુષાર્થ સ્કુલમાં ભણું છું. અમે આ ડાન્સની પ્રેકટીસ એક મહિનાથી કરી હતી ખુબ જ મહેનત કરી છે અમે ગલનગુડીયા પંજાબી સોંગ ઉપર ડાન્સ કર્યો છે અને આ ડાન્સ કરવાની અમને ખુબ જ મજા આવી અને આ ડાન્સ અમને જયોતિ મેડમે શીખવ્યું છે.

જાની કુંભ (પુરુષાર્થ સ્કૂલ) અને સિંધવ વિવેકે કહ્યું હતું કે, પાઠક સ્કૂલમાં ભણું છું આ એન્યુઅલ ફંકશનમાં અમને ખુબ જ મજા આવી. અમે આજે રંગલો અને રંગલી બન્યા છીએ અને હું આજે એવું અનુભવું છું કે હું નવી જ દુનિયામાં છું આ ડાન્સ માટે અમે એક મહિનાથી પ્રેકટીસ કરીએ છીએ અમે ગલનગુડીયા પર પણ ડાન્સ કર્યો છે અમને ખુબ જ મજા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.