શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવભય દારૂણં
રામચરિત માનસના રસપાન સહિત ર૯મી એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર
રાજકોટના રામકૃષ્ણ આશ્રમની પરંપરા અનુસાર દર વર્ષે રામકૃષ્ણ દેવનો જન્મદિવસ અને વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ પણ રામકૃષ્ણ આશ્રમમાં વાર્ષિક મહોત્સવની દસ દિવસીય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પહેલા ત્રણ દિવસ સ્વામી સુખાનંદજી દ્વારા રામચરિત માનસનું રસપાન કરવામાં આવ્યું હતું. તેમજ બીજા દિવસોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં થનાર છે. આ વાર્ષિક મહોત્સવના પહેલા ત્રણ દિવસોમાં સુખાનંદજી સ્વામી દ્વારા રામ માનસ ચરિતમાં ભરત મિલાપનું રસપાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં ભકતજનો ઉમટી પડયા હતા.રામકૃષ્ણ આશ્રમના સ્વામી પ્રભુસેવાનંદ એ જણાવ્યું હતું કે આશ્રમની એક પરંપરા મુજબ રામકૃષ્ણ દેવનો જન્મ દિવસ દર વર્ષે મનાવી છીએ. ત્યારબાદ વાર્ષિકોત્સવ દર વર્ષે ઉજવીએ છીએ. વાર્ષિક મહોત્સવની ર૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં પહેલા ત્રણ દિવસ સ્વામી સુખાનંદજી મહારાજ દ્વારા ગુજરાતીમાં રામચરિત માનસનું વ્યાખ્યાન અપાશે. એના પછી ના ત્રણ દિવસ ધાર્મિકલાલ પંડયા માન ભટ્ટનું વ્યાખ્યાન છે અને પછી ત્રણ દિવસ આઘ્યાત્મિક શિબિરનું આયોજન કરેલું છે આવી રીતે દસ દિવસનું આયોજન કરેલું છે આજે સમય ગુજરાતમાં થી લોકો આવ્યા છે જેનું અમે સ્વાગત કરીએ છીએ