લોકસાહિત્ય કાર્યક્રમમાં રામકૃષ્ણદેવનાં જીવન અને ઉપદેશનું વ્યાખ્યાન
રામકૃષ્ણ આશ્રમ ખાતે છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા વાર્ષિક મહોત્સવના અંતિમ દિવસે રામકૃષ્ણદેવનાં જીવન અને ઉપદેશ પર આધારીત લોકસાહિત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક સાહિત્યકાર પ્રવિણદાન ગઢવી દ્વારા ઉપસ્થિત સન્યાસી વૃંદ અને ભકતજનોને વ્યાખ્યાનનો લાહવો પ્રાપ્ત થયો હતો.છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા વાર્ષિક મહોત્સવ અંતર્ગત અલગ-અલગ શહેરનાં સ્વામીઓએ પોતાનું વ્યાખ્યાન રજુ કર્યું હતું. જયારે છેલ્લા દિવસે લોક સાહિત્યકાર પ્રવિણદાન ગઢવીએ રામકૃષ્ણદેવ જીવન અને ઉપદેશ આધારીત વ્યાખ્યાન આપ્યું હતું.
અબતક સાથેની વાતચીત દરમિયાન લોક સાહિત્યકાર પ્રવિણદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તા.૨૧-૨૯ તારીખ સુધી અલગ-અલગ વકતાઓ જેમણે દરેક એક પરમાત્માઓ સાથેની અને જીવનને ખમીરતાથી કેમ જીવવું, બીજાને કઈ રીતે મદદ કરવી, ઈશ્ર્વર શું છે ? ઈશ્ર્વર તરફ કેમ જવું આ બધી વાતો એના ત્રણ મહાપુરુષોના જીવનચરીત્ર એમાં પરમવંદનીય રામકૃષ્ણ પરમહંસ દેવ માં શારદાદેવી અને આપણા લોકલાડીલા ભારતનું ગૌરવ કહી શકાય તેવા વિવેકાનંદ ઉપર ઘણા બધા સંતોએ વકતવ્ય આપ્યા. તેમાં આપણને બધાને અને સમાજને સંદેશો આપ્યો તેઓએ માત્ર સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થ માટે અને કઈ રીતે પરમાત્મા સાથે જોડાવું તેની બધી જ ચર્ચા કરાઈ હતી. સુખાનંદજી મહારાજે રામાયણ ઉપર અને સુદામા ચરીત્ર તથા ભરત મિલાપ જેવા અલગ-અલગ વકતાએ પોરબંદર, લીમડી. એથી જે સ્વામીએ સંદેશો આપ્યો છે.