મિલાન્જ-૧૮ ‘બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ’માં દેશ-વિદેશના જાણીતા આર્કિટેકચર ઉપસ્થિત રહેશે
વિદ્યાર્થીઓને સ્થાપત્ય કલાક્ષેત્રનું વધુને વધુ ‘એકસ્પોઝર’ મળે, વિષયના આધુનિક પ્રવાહોથી અવગત રહે તેમજ વિદ્વાન આર્કિટેકટસની દ્રષ્ટિ, જીવન ફિલોસોફી, કાર્યપ્રણાલી, અનુભવો તથા કાર્યક્ષેત્રના અનેક પાસાઓનું બહુમુલ્ય જ્ઞાન મળી શકે તે માટે ‘મેલાન્જ મહોત્સવ’ દરમ્યાન વિશેષ આયોજન થકી દેશ-વિદેશના ગણમાન્ય આર્કિટેકટસ જેવા કે આર્કિ. પ્રસાદ શેટ્ટી (મુંબઈ), આર્કિ. નિકોલસ મોરીઉ (ફ્રાન્સ), આર્કિ. હિરોકો કુશુનોકી (ફ્રાન્સ), આર્કિ. હર્ષ પટેલ (ગોવા), આર્કિ. અર્જૂન મલીક (મુંબઈ) તથા આર્કિ. શબ્બીર ઉનવાલા (લોનાવાલા)ને આમંત્રીત કરીને તેઓના પ્રેઝન્ટેશન્સ તથા ચર્ચાસત્રો યોજવામાં આવેલ છે. જેના થકી વિદ્યાર્થીઓને માત્ર પ્રેકટીકલ ક્ષેત્રનું જ્ઞાન જ નથી મળતું પરંતુ નવા વિચારો અને સંશોધનોથી પણ વિદ્યાર્થીઓ પરિચિત બને છે, તદ્ઉપરાંત મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજક સ્પર્ધાઓ, ગીત-સંગીત જેવી અનેકવિધ પ્રવૃતિઓ યોજવામાં આવ્યું છે. ૨૧ ડિસે.ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે વાર્ષિક મહોત્સવ ‘મેલાન્જ-૧૮: બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ’નું ઉદ્ઘાટન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીનાં હસ્તે કરવામાં આવશે. આ અદ્ભૂત અવસરના સાક્ષી બનવા રાજકોટની જાહેર જનતાને તા.૨૧ થી ૨૩ ડિસેમ્બર દરમ્યાન વી.વી.પી. સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર વી.વી.પી. કેમ્પસ, મોટેલ ધી વિલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાનાર ઉત્સવમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના આચાર્ય આર્કિ. દેવાંગભાઈ પારેખે અનુરોધ કર્યો છે.