રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ૬૪મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન: બેન્કની લો-કોસ્ટ ડિપોઝીટમાં ૫૬.૧૬ ટકાનો વધારો થયો છે: હરકિશનભાઈ ભટ્ટ
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. બેન્કનાં ચેરમેન નલિનભાઇ વસાએ જણાવેલું કે, ‘કોઇપણ પરિવારમાં બેટીનો જન્મ ાય તે પરિવાર દીકરીનાં નામે નિયત ફીક્ષ ડીપોઝીટ મૂકે તેને ૧૦ વર્ષ પછી ‚ા. ૧ લાખ મળે. તેમાં બે આકર્ષણ પણ છે. બેન્કનું શેર સભ્યપદ ઓફર કરવામાં આવે છે અને દીકરી ૧૦ વર્ષ પછી સ્વતંત્ર રીતે પોતાની સહી કરીને બેન્ક ખાતુ ઓપરેટ કરી શકે છે. આ વખતનાં વાર્ષિક અહેવાલનાં મુખપૃષ્ઠ ઉપર લક્ષ્મણરાવજીનો ફોટો છે તેમનું જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે. બેન્કે લક્ષ્મણરાવ ઇનામદાર સ્વરોજગાર યોજના આપણે જાહેર કરી છે. આની અંદર જેમણે તાલીમ લીધેલી છે તેવી વ્યક્તિને વ્યવસાયનાં સાધનો ખરીદવા માટે લોન મળે છે અને તેમણે સીક્યોરીટી કે બહારનાં વ્યક્તિને જામીન તરીકે આપવાની જ‚ર રહેતી ની. ગત વર્ષે મોબાઇલ એપ દ્વારા ભેટ વિતરણ કાર્ય કરાયું અને મોટાભાગનું કાર્ય પૂર્ણ યું છે.
નલિનભાઇ વસાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘વર્ષની યાદગાર ઘટના-નોટબંધીના સમયગાળા દરમ્યાન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેરાત બાદ બીજા જ દિવસે આપણે એક મીટીંગ કરી અને આવનારી પરિસ્તિીને પહોંચી વળવા વિવિધ પગલાં લીધા. દરેક શાખામાં ખુરશી અને મંડપ અને પીવાનું પાણી, ચા-પાણી અને છાપા-મેગેઝીનની વ્યવસ કરી. માઇક દ્વારા સતત વિવિધ સુચના આપવામાં આવતી. આના કારણે લોકોમાં જે ગભરામણ હતી તે દૂર ઇ. આપણે માટે આનંદની વાત છે કે આપણી વ્યવસ નિહાળી રાજકોટનાં કલેકટર ડો. વિક્રાંત પાંડેએ મીટીંગ બોલાવી અને દરેક બેન્કોને સુચના આપી છે જે રીતે રાજકોટ નાગરિક બેન્કે વ્યવસ કરી છે તેવી જ વ્યવસ આપ સહુ કરો. આવી જ રીતે દર માસનાં ત્રીજા શનિવારે સાંજે ‘વાંચન પરબ’ શ‚ કરાયેલું છે. પ્રસિદ્ધ પુસ્તકની ભાવયાત્રા સુપ્રસિદ્ધ લેખક દ્વારા કરાવવામાં આવે છે.
‘બેન્કિંગ ફ્રન્ટીયર એવોર્ડ ૨૦૧૬’ અંતર્ગત લાર્જ બેન્ક કેટેગરીમાં (૧) બેસ્ટ ગ્રીન ઇનીશ્યેટીવ (૨) બેસ્ટ ન્યુ હેડ ઓફિસ અને (૩) બેસ્ટ આઇટી હેડ-જયેશભાઇ છાટપાર એક કુલ ત્રણ એવોર્ડ મળેલા છે. આરબીઆઇના નિયમ મુજબ ૧૦ વર્ષી વધુ નોન-ઓપરેટીવ જુના ખાતાઓ અને ડિપોઝીટની જે રકમ હોય તે આપણે આરબીઆઇને મોકલીએ છીએ પરંતુ તેની સામે આપણે સતત સંપર્ક કરીને ખાતેદારોની રકમ પરત મેળવીએ છીએ. આ માટે આપણા સીનીયર ડિરેકટરો વિશેષ મહેનત ઉઠાવે છે. આપણે જાણ કરીએ ત્યારે ઘણા ખાતેદારો આશ્ર્વર્ય આ રકમ અંગે વ્યક્ત કરે છે. હરીફાઇના સમયમાં પણ આપણે ૮.૨૫ %ી હાઉસીંગ લોન ઓફર કરીએ છીએ. જે સૌી નીચો વ્યાજદર છે. આવી જ રીતે મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ લાર્ભાીમાંી ૫૦ %ી વધુ લાર્ભાી માટે આપણે કાર્ય ર્ક્યું છે. આવી જ રીતે અત્યાર સુધી આપણે ખાતુ ખોલ્યા બાદ એટીએમ કાર્ડ બે માસ બાદ આપતા હતા પરંતુ હવેી ખાતુ ખોલતાની સો જ નોન પર્સનલાઇઝડ રેડી કીટ આપવામાં આવશે જેમાં એટીએમ કાર્ડ પણ હશે. વિશેષમાં પોણા બે વર્ષ પહેલા આપણે ‘મંડે નો કાર-ડે’ યોજના શ‚ કરી.જેમાં દર સોમવારે બેન્કનાં પદાધિકારીઓ કે કર્મચારીઓ પોતાની કાર લાવતા ની કે બેન્કની કારનો વપરાશ કરતા ની.
આ સાધારણ સભામાં કુલ ૮ ઠરાવ મૂકાયેલા અને પ્રત્યેક ઠરાવ ચર્ચા-વિચારણા સો સર્વાનૂમતે મંજુર યા હતા. સભાસદો માટે ખુશખબર એ છે કે સતત સાતમાં વર્ષે ૨૦ % ડિવિડન્ડની ચુકવણી શે.
ચુંટણી અધિકારી ડી. ડી. મહેતાએ ડિરેકટરોની સાત સીટ માટે જીમ્મીભાઇ દક્ષીણી, ગીરિશભાઇ દેવળીયા, હરિભાઇ ડોડીયા, હંસરાજભાઇ ગજેરા, કિર્તીદાબેન જાદવ, પ્રદિપભાઇ જૈન અને અર્જુનભાઇ શિંગાળાને ચુંટાયેલા જાહેર ર્ક્યા હતા. ચેરમેન નલિનભાઇ વસાએ ચુંટાયેલા નવા ડિરેકટરો પ્રદિપભાઇ જૈન અને કિર્તીદાબેન જાદવને આવકારેલા.
બેન્કનાં જનરલ મેનેજર અને સીઇઓ હરકિશનભાઇ ભટ્ટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ગત નાણાંકીય વર્ષની હાઇલાઇટ્સ રજુ કરી માહિતી આપી હતી કે, ‘ગત વર્ષ નોટબંધી અને વિવિધ ઘટનાઓી યાદગાર રહ્યું. બેન્કની ાપણ રૂ. ૪,૩૪૨.૭૩ કરોડ, લો-કોસ્ટ ડિપોઝીટ રૂ. ૧,૧૬૩.૮૬ કરોડ, ધિરાણ રૂ. ૨,૨૨૯.૯૦ કરોડ, નફો ‚રૂ. ૯૬.૪૪ કરોડ, રોકાણો રૂ.૧,૮૦૪.૫૪ કરોડ નોંધાયેલ છે. થાપણમાં ૧૯.૨૧ %, લો-કોસ્ટ ડિપોઝીટમાં ૫૬.૧૬ %, ધિરાણમાં ૦.૮૮ %, નફામાં ૫ % અને રોકાણોમાં ૫૯.૫૦ % વધારો યો છે. સભાસદની કુલ સંખ્યા ૨,૭૪,૬૬૦ છે. મીનીમમ ૯ % સીઆરએઆર હોવા જોઇએ તેને બદલે આપણી બેન્કનો સીઆરએઆર ૧૫.૬૩ % છે. ‘સહકારમાં સહકાર’નાં સિદ્ધાંત મુજબ અંબ્રેલા હેઠળ બે બેન્કો, સીટીએસમાં ત્રણ બેન્કોને આપણી સો જોડાયેલી છે. આ ઉપરાંત ૫૭,૦૧૩ આધાર લીન્કડ ખાતાઓમાં રૂ. ૨,૩૪,૫૬,૭૮૪ની સબસીડી જમા યેલી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાની ગાઇડ લાઇન મુજબ પ્રાયોરીટી સેકટરમાં ૪૦ % ને બદલે આપણે ૭૧.૯૯ % અને તેમાં પણ વીકર સેકસશનમાં ૧૦ % ને બદલે ૧૦.૦૭ % ધિરાણ ર્ક્યું છે. કર્મચારીઓનાં ઉપયોગી જ્ઞાનમાં વધારો ાય તે માટે ‘ડેઇલી ક્વેશ્ર્નન બેંક’ શ‚ કરી છે. આપણી વિવિધ શાખાઓમાં ૮ કાર્ય કરી રહ્યા છે. જે એક નાનકડી શાખા જેટલું જ કાર્ય કરે છે. ગત વર્ષે ‘બેટી વધાવો’ યોજના શ‚ કરી છે અને તેના વાલીને સભ્યપદ ઓફર કરવામાં આવે છે.’
બેન્કનાં વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે બેન્કનાં સામાજિક ઉત્તરદાયિત્વની વાત કરતાં જણાવેલું કે, ‘આપ સહુ આપના ચેલેન્જ ઉપાડનારા કાર્યકરો છો. સેવાકીય અને સહકારની પ્રવૃતિ કરી રહ્યા છો. રાજકોટ નાગરિક સહકારી બેન્ક એટલે નાના માણસોની મોટી બેન્ક. બેન્ક બેન્કિંગ તો કરે જ છે પરંતુ સામાજિક કાર્યો કરે છે. બેન્ક એટલે વિશ્ર્વાસ. આપણી બેન્ક વિશ્ર્વાસ જાળવીને કાર્ય કરે છે.’
પ્રો. ઉદયજી જોશીએ મનનીય માર્ગદર્શન આપતાં જણાવેલું કે, ‘જે શહેરમાં પૂ. લક્ષ્મણરાવજીનું કાર્યક્ષેત્ર રહ્યું છે ત્યાં આવવાનું અને તેમનાં સંસ્મરણો રજુ કરવાનો અવસર મળ્યો છે તે બદલ આભારી છું. ‚ા. ૬,૦૦૦ કરોડના બિઝનેશ સો રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. એક ર્આકિ તાકાત તરીકે દેશમાં ઉભરી રહી છે. કો-ઓપરેટીવ સેકટરો મૂળ મંત્ર છે કે દરેકનું સરખું મુલ્ય અને હક્ક મળે છે. આપણી દરેક પ્રવૃતિઓનું મૂળ પૈસા કમાવાનો છે. વાર્ષિક સામાન્ય સભામાં પ્રો. ઉદયજી જોષી, બેન્ક પરિવારમાંી નલિનભાઇ વસા , જીવણભાઇ પટેલ , જ્યોતીન્દ્રભાઇ મહેતા , કલ્પકભાઇ મણીઆર , ટપુભાઇ લીંબાસીયા , ડાયાભાઇ ડેલાવાળા , ડિરેકટરો સર્વશ્રી અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, સુનિલભાઇ રાઠોડ, જયશ્રીબેન શેઠ, રાજશ્રીબેન જાની, સતીષજી મરાઠે, નરેશભાઇ કેલા ઘનશ્યામભાઇ ઢોલરીયા, કાર્તિકેયભાઇ પારેખ, હરકિશનભાઇ ભટ્ટ, વિનોદભાઇ શર્મા , વિશેષમાં પ્રો. લલિતભાઇ મહેતા, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, નરેન્દ્રભાઇ દવે, મુકેશભાઇ મલકાણ, અશોકભાઇ ખંધાર, જીતેન્દ્રપ્રસાદ વ્યાસ, દમયંતીબેન દવે ઉપરાંત ડેલીગેટ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્તિ રહ્યા હતા.ચુંટણી અધિકારી તરીકે ડી. ડી. મહેતાએ સેવા આપી હતી. વાર્ષિક સાધારણ સભા બાદના કાર્યક્રમનું સંચાલન નિલેશભાઇ શાહે, સંઘ ગીત રાજેશભાઇ બદ્રકીયાએ રજુ ર્ક્યું હતું. આભારદર્શન જનરલ મેનેજર વિનોદભાઇ શર્માએ ર્ક્યું હતું. ‘વંદે માતરમ’ના ગાન સો સભા પૂર્ણ યેલ.
ચેરમેન તરીકે નલિનભાઇ વસા અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઇ પટેલની બિનહરીફ વરણી
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં આગામી વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માટે ચેરમેન પદે નલીનભાઇ વસા અને વાઇસ ચેરમેન પદે જીવણભાઇ પટેલ બિનહરીફ વરાયા છે.
નલિનભાઇ વસા સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ ૧૯૯૫-૧૯૯૯ સુધી નાગરિક બેંકના ડીરેકટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ ૨૦૧૨થી ૨૦૧૫ સુધી બેન્કનાં વાઇસ ચેરમેન તરીકે અને ૨૦૧૫ી ચેરમેન તરીકે સેવા આપે છે. જીવણભાઇ પટેલ સહકાર ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપે છે. તેઓ ૨૦૦૪થી નાગરિક બેન્કમાં ડિરેકટર અને ૨૦૧૫ી વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.