યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઇજાના કારણે બહાર રહેલા રવીન્દ્ર જાડેજા, હનુમા વિહારી, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવની ટીમમાં વાપસી થઇ ચકી છે. પસંદગીકારોએ ભુવનેશ્વર કુમારને ટીમમાં તક આપી નથી. કેએલ રાહુલ અને ઋદ્ધિમાન સાહાનું નામ ટીમમાં છે. જોકે તે ફિટ થયા પછી જ તેમને ઇંગ્લેન્ડ લઇ જવાશે. આ સિવાય ટીમ ઇન્ડિયા ચાર સ્ટેન્ડ બાય ખેલાડીઓ સાથે ઇંગ્લેન્ડ જશે. જેમાં અભિમન્યુ ઇશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરઝાન નાગવાસવાલાનું નામ પણ સામેલ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ આ મુજબ છે

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુબમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર.કે. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ (ફિટનેસ ક્લિયરન્સ વિષય), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર, ફિટનેસ ક્લિયરન્સ હેઠળ).

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા ન્યૂઝીલેન્ડ સામે સાઉથેમ્પ્ટનમાં 18 જૂનથી 22 જૂન સુધી ટેસ્ટ મેચ રમાશે. ત્યાર બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણી રમાશે.પ્રથમ ટેસ્ટ 4-8 ઓગસ્ટે નોટિંગઘમમાં રમાશે. બીજી ટેસ્ટ 12-16ઓગસ્ટે લોર્ડ્સમાં, ત્રીજી ટેસ્ટ 25-19ઓગસ્ટે લીડ્સમાં, ચોથી ટેસ્ટ 2-6 સપ્ટેમ્બરે લંડનના ઓવલ મેદાન પર અને પાંચમી ટેસ્ટ 10-14 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં રમાશેપાંચ મેચની સિરીઝમાં જે વિજેતા થશે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ લઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.